- સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીકરણ કામગીરી યુદ્ધના ધોરણે
- ઓલપાડમાં સૌથી વધુ લોકોએ રસી લીધી
- 1581 લોકોએ લીધી રસી
સુરત:આરોગ્ય વિભાગ દ્વારા આજે (રવીવારે) સુરત ગ્રામ્ય વિસ્તારમાં 1581 લોકોને કોરાના રસી મુકવામાં આવી હતી,જેમાં સૌથી વધુ રસી ઓલપાડના લોકોએ લીધી હતી અને સૌથી ઓછી રસી પલસાણા તાલુકાના લોકોએ લીધી હતી.
આ પણ વાંચો : Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ
કોરોના રસીકરણ યુદ્ધના ધોરણે
કોરાના વાયરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કોરાના રસીકરણ ચાલી રહ્યું છે. આજરોજ (રવીવારે) આરોગ્ય વિભાગ દ્વારા વધુ 1581 વ્યક્તિઓને કોરાના રસી મુકવામાં આવી હતી, જેમાં 02 આરોગ્ય કર્મીઓએ ફર્સ્ટ ડોઝ ,04એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 34ફ્રન્ટલાઈન વર્કરએ ફસ્ટ ડોઝ જ્યારે 11એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 45 થી 59 ઉંમરના 1145 લોકોએ ફર્સ્ટ જ્યારે 125લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો. 60વર્ષથી ઉપરના 220 લોકોએ ફર્સ્ટ જ્યારે 40 લોકોએ રસીનો સેકેન્ડ ડોઝ લીધી હતો
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં બુધવારે વધુ 1147 લોકોએ કોરાનાની રસી લીધી