- 2016માં મહિલાએ ફ્લેટ ખરીદ્યો હતો
- મહિલાએ ફ્લેટના અવેજ પુરી રકમ ચૂકવી હતી
- બિલ્ડરે ફ્લેટ ત્રાહિત વ્યક્તિને વેચી દીધો હતો
સુરત: સુરતના કામરેજ તાલુકાના શ્રીજી રો હાઉસમાં રહેતા અને મૂળ ઓલપાડ તાલુકાનાં કંથરાજ ગામના લલિતાબેન ગોવિંદભાઈ ચૌહાણ તેના નાના દીકરા પ્રવીણભાઈ સાથે રહે છે. વર્ષ 2016માં તેણીને સબંધી નિતિન ઠાકોર પરમારએ મહેન્દ્રભાઈ નાથા ભાઈ વડોદરિયા સાથે મુલાકાત કરાવી હતી. અને તેમની સાથે મકાન ખરીદીની વાતચીત થઈ હતી. તે સમયે બંનેએ લલિતાબેનને કામરેજ ચાર રસ્તા નજીક ખુલ્લી જગ્યા બતાવી અહી એપાર્ટમેંટ બનવાના હોવાનું જણાવ્યુ હતું.
13.15 લાખ રૂપિયાના થયો હતો સોદો
લલિતાબેને ફ્લેટ ખરીદવાની ઈચ્છા દર્શવાતા 16મી ઓક્ટોબર 2016ના રોજ કામરેજના ગોલ્ડન પ્લાઝા ખાતે બેઠક કરી હતી. અને નવા બનનાર શ્રેમિત પ્લાઝામાં 205 નંબર નો ફ્લેટ 13.15 લાખ રૂપિયાની કિંમતે ખરીદવાનું નક્કી થયું હતું. અને ટોકન પેટે બિલ્ડર મહેન્દ્ર વડોદરિયાને રૂ. 5 લાખ ચુકવ્યા હતા. અને બાકીના આઠ લાખ 15 હજાર પંદર માહિનામાં ચૂકવી દેવાની શરતે સોદા ચિઠ્ઠી બનાવવામાં આવી હતી. 16-3-2018 સુધીમાં લલિતાબેને તમામ રકમ ચૂકવી દેતાં ફ્લેટ નંબર 205નો કબ્જો અને દસ્તાવેજ કરી આપવા માટે જણાવતા બિલ્ડર ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં પરિવારને ખુશ કરવા યુવક બન્યો નકલી જજ, પોલીસે કરી ધરપકડ