- બુધાવારે JEE-MAIN પરીણામ જાહેર
- સુરતના તનયનો સમગ્ર દેશમાં 59 ક્રમાંક
- સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક
સુરત: બુધવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની સૌથી મોટી એન્જીનીયરીંગ પ્રવેશ પરીક્ષા JEE-MAINનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ પરીક્ષા 334 શહેરોમાં લેવામાં આવી હતી. 925 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી.એમાં ચોથા સેશનની પરીક્ષાઓમાં કુલ 2.80.067 જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.તેમાં સુરતનો તનય.વી.તલય એ દેશમાં 59માં ક્રમે આવ્યો એ બોજ મોટી સિદ્ધિ ગણવામાં આવી રહ્યું છે.તેને ચારે સેસનની પરીક્ષાઓમાં ખુબજ સરસ પ્રદર્શન કર્યું છે.તેને પેહલા સેશનમાં 99.97 ટકા સાથે પાસ થયો હતો.અને બાકી ત્રણ સેશનમાં 99.99 ટકા સાથે પાસ થયો છે.તથા બીજા સેશનમાં તેને ફિજીક્સમાં 100 ટકા સાથે પાસ થયો હતો.અને આ વખતે પણ મેથ્સમાં 100 ટકા સાથે પાસ થયો છે.
તનયનું પરીણામ સારુ
નેહચલસિંહ હંસપાલ જણાવે છે કે , "હું સુરત ALLEN ઇન્સટ્યુંટનો હેડ છું. JEE-MAIN એડવાન્સનું પરિણામ આવ્યું છે. જેમ ચાર વખત પરીક્ષાઓ આપવામાં આવે છે.તેમાં બેસ્ટ ફોર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.તેમાં સુરત ALLEN કરિયર ઇન્સટ્યુંટનો તનય.વી.તલય એ ઓલ ઇન્ડિયામાં 59મોં રેન્ક મેળવ્યો છે.99.99 ટકા સાથે 100 ટકા મેથેમેથિક્સમાં આવ્યું છે.બધા સાથે પરિણામ જોવા જઇયે તો બધીજ પરીક્ષાઓમાં આનું પરિણામ 99.99 ટકા કરતા ઉપર જ રાખ્યું છે અને સતત તે 99.99 ટકા સાથે જ પાસ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : નવા પ્રધાનોની શપથવિધિ તો ટળી, પરંતુ નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ