ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલીમાં કોંગ્રેસે નવા કૃષિ બિલને ગણાવ્યો કાળો કાયદો, આવેદનપત્ર આપી કર્યો વિરોધ - સુરત કોંગ્રેસ

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલ લાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બારડોલી સહિત જિલ્લામાં આ બંધની કોઈ અસર જોવા મળી નહતી. પલસાણામાં ખેડૂત સમાજ અને બારડોલીમાં કોંગ્રેસે તંત્રને આવેદનપત્ર આપી બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે નવા કૃષિ બિલોની સરખામણી કાળા કાયદા સાથે કરી હતી. સુરતના ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું.

બારડોલીમાં કોંગ્રેસે નવા કૃષિ બિલને ગણાવ્યો કાળો કાયદો, આવેદનપત્ર આપી કર્યો વિરોધ
બારડોલીમાં કોંગ્રેસે નવા કૃષિ બિલને ગણાવ્યો કાળો કાયદો, આવેદનપત્ર આપી કર્યો વિરોધ

By

Published : Sep 25, 2020, 5:12 PM IST

બારડોલી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને અનેક જગ્યાએ કૃષિ બિલનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. બારડોલીમાં કોંગ્રેસે એસડીએમને આવેદનપત્ર આપી કહ્યું કે આવા કાળા કાયદાને રદ કરવાની અમારી માગ છે. સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કૃષિ બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે સુરત જિલ્લામાં ખેડૂત સમાજે પલસાણા તાલુકા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.

બારડોલીમાં કોંગ્રેસે નવા કૃષિ બિલને ગણાવ્યો કાળો કાયદો, આવેદનપત્ર આપી કર્યો વિરોધ

સુરત જિલ્લા ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આ બિલને મંજૂરી મળવાથી ખેડૂતોનું ભવિષ્ય અંધકારમય બનશે. દેશના ખેડૂતોને ખાનગી કંપનીના હવાલે કરી દેવાતા ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જવાનો ભય છે. આ બિલથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ નહીં મળે તેમ જ ખેતી ક્ષેત્રને ખાતર, બિયારણ, સિંચાઈ, વીજળી અને કલ્યાણકારી યોજનાઓમાં આપવામાં આવતી સબસિડી પણ ગુમાવવાનો વારો આવશે. ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ સહિતના હોદ્દેદારોએ આ ખેડૂત વિરોધી આવશ્યક વસ્તુ ધારા 1955માં સંશોધન વટહુકમ 2020, કૃષિ તથા કૃષિ ઉપજ વાણિજ્ય વ્યાપાર વટહુકમ અને મૂલ્ય આશ્વાસન ઉપર કૃષિ સેવા વટહુકમ 2020ને મંજૂરી નહીં આપવા પણ ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસસી સેલના પ્રમુખ તરુણ વાઘેલાની આગેવાનીમાં બારડોલી એસડીએમને આવેદનપત્ર આપી સંસદમાં પસાર થયેલા ત્રણેય બિલનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ કાળા કાયદાને ત્વરિતપણે રદ કરવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details