ગુજરાત

gujarat

ETV Bharat / city

Tauktae Cyclone- સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન

તૌકતે વાવાઝોડા(Tauktae Cyclone)એ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુક્સાન ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય સહાય સત્વરે મળી રહે તે માટે જિલ્લામાં 41 ટીમો બનાવીને તાબડતોબ પાંચ દિવસમાં નુક્સાનના સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન
સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન

By

Published : May 26, 2021, 12:31 PM IST

Updated : May 26, 2021, 1:11 PM IST

  • પાંચ દિવસના ટૂંકાગાળામાં નુક્સાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે
  • માંગરોળના 92 ગામોની 550 ખેડૂતોના 489 હેક્ટરને નુક્સાન થયું છે
  • ચાર હેક્ટર બાજરી અને મકાઈના પાકોમાં નુક્સાન થયું છે

સુરતઃ જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ડાંગર, કેળ, પપૈયા, મગ, તલ, આંબા અને શાકભાજીના પાકોમાં થયેલા નુક્સાન સંદર્ભે 15,244 હેક્ટર અસરગ્રસ્ત વાવેતર વિસ્તારની સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાએ જગતના તાતને કર્યા બેહાલ

757 ગામોમાં 33 ટકા લેખે 5,826 હેકટર વિસ્તારમાં નુક્સાન થયું છે

જિલ્લાના સુરત સીટી તાલુકા સહિત 10 તાલુકાઓના 757 ગામોમાં 33 ટકા લેખે 5,826 હેકટર વિસ્તારમાં નુક્સાન થયું છે. જે પૈકી 4,185 ખેતીવાડી તથા 1,641 હેક્ટર બાગાયતી વિસ્તાર મળી 5,826 હેક્ટર વિસ્તારમાં 33 ટકા લેખે નુક્સાનગ્રસ્ત થયા છે.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટરમાં પાકને થયું નુક્સાન

સીટી વિસ્તારમાં 81 ગામોના 180 ખેડૂતોના 177 હેક્ટર જેટલા વિસ્તારોમાં નુક્સાન

સમગ્ર જિલ્લાનું 33 ટકાથી વધુ નુક્સાનગ્રસ્ત હેક્ટર વિસ્તારની વિગતો જોઈએ તો બારડોલી તાલુકામાં 86 ગામોના 404 ખેડૂતોના 279 હેકટર, ચોર્યાસીમાં 29 ગામોના 289 ખેડૂતોના 298 હેક્ટર વિસ્તાર, કામરેજ તાલુકાના 59 ગામોના 1167 ખેડૂતોના 757 હેક્ટર, મહુવા તાલુકામાં 69 ગામોની 762 ખેડૂતોના 405 હેક્ટર, માંડવી તાલુકામાં 133 ગામોના 768 ખેડૂતોના 408 હેક્ટર, માંગરોળના 92 ગામોની 550 ખેડૂતોના 489 હેક્ટરને નુક્સાન થયું છે.

સીટી વિસ્તારમાં 81 ગામોના 180 ખેડૂતોના 177 હેક્ટર જેટલા વિસ્તારોમાં નુક્સાન થયું છે

ઓલપાડ તાલુકાના 99 ગામોના 2,819 ખેડૂતોના 2,764 હેક્ટર, પલસાણાના 46 ગામોના 200 ખેડૂતોના 244 હેક્ટર, ઉમરપાડા તાલુકાના 63 ગામોના ચાર ખેડૂતોના 2.2 હેક્ટર તથા સુરત સીટી વિસ્તારમાં 81 ગામોના 180 ખેડૂતોના 177 હેક્ટર જેટલા વિસ્તારોમાં નુક્સાન થયું છે.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટરમાં પાકને થયું નુક્સાન

3,375 હેકટર ડાંગરને નુક્સાન થયુ

જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે વધુમાં 33 ટકા લેખે નુક્સાનગ્રસ્ત ખેતીપાકોની માહિતી આપતા જણાવ્યું કે, 3,375 હેક્ટર ડાંગર, 425 હેક્ટર મગ, 338 હેક્ટર તલ, 31 હેક્ટર મગફળી, પાંચ હેક્ટર અડદ, એક હેક્ટર જુવાર, ચાર હેક્ટર બાજરી અને મકાઈના પાકોમાં નુક્સાન થયું છે.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટરમાં પાકને થયું નુક્સાન

બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસમાં સર્વે પૂર્ણ

જિલ્લામાં કેળ, પપૈયા, શાકભાજી અને આંબાના 7,031 અસરગ્રસ્ત વિસ્તારોમાં 33 ટકા લેખે 1,641 હેક્ટર વિસ્તારના 1,779 ખેડૂતોને નુક્સાન થયું છે. વિગતે જોઈએ તો, કેળમાં 779 હેક્ટર, પપૈયામાં 29.70 હેક્ટર, શાકભાજીમાં 420 હેક્ટર, આંબામાં 411 હેક્ટર વિસ્તારમાં નુક્સાનગ્રસ્ત થયા છે. ખેડૂતોને સત્વરે વળતર મળી રહે તે માટે બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસના ટૂંકાગાળામાં નુક્સાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.

સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટરમાં પાકને થયું નુક્સાન

આ પણ વાંચોઃકમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

સર્વે ખેડૂત આગેવાન નારાજગી વ્યક્ત કરી

બીજી બાજુ આ સર્વેથી ખેડૂત આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. સુરતના ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, આ ખેડૂતો સાથે મશ્કરી સમાન છે, તેમને યોગ્ય વળતર મળી રહેશે નહીં.

Last Updated : May 26, 2021, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details