ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: કોરોનામાં મનપાની તિજોરી પર અસર થતા પાલિકા દ્વારા અન્ય સંસાધનો કયા ખર્ચ બતાવાયા જાણો - surat Corporation

છેલ્લા દોઢ વર્ષથી કોરોના(Corona)ના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે. માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોના(Corona) કાળમાં મેડિકલ ખર્ચ વધતા સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મહાનગર પાલિકા(Surat Corporation) હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી રહી છે.

કોરોનામાં મનપાની તિજોરી પર અસર થતા પાલિકા દ્વારા અન્ય સંસાધનો કયા ખર્ચ બતાવાયા જાણો
કોરોનામાં મનપાની તિજોરી પર અસર થતા પાલિકા દ્વારા અન્ય સંસાધનો કયા ખર્ચ બતાવાયા જાણો

By

Published : Jul 2, 2021, 3:20 PM IST

  • કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા સુરત મહાનગર પાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે
  • સુરત મહાનગર પાલિકાનો બજેટ સાડા છ હજાર કરોડ છે
  • 408 પ્લોટને સુરતની જનતાને ભાડેથી આપી રહ્યા છે

સુરતઃ કોરોનાના(Corona) કારણે સુરત મહાનગર પાલિકા પર મેડિકલ ખર્ચનો વધારો થયો છે. કોરોના પાછળ કરોડો રૂપિયાના ખર્ચના કારણે મહાનગર પાલિકાની (Surat Corporation)તિજોરી પર અસર પડી છે. બીજી બાજુ આ સમય દરમિયાન રેવેન્યુના અનેક સંસાધનો બંધ રહ્યા હતા. કોરોના કાળમાં તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડતાં હવે આર્થિક રીતે સબળ બનવા માટે પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરત મનપાએ વિકસાવ્યો વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ, ફૂલોના વેસ્ટમાંથી બનાવ્યું ખાતર

કોરોનામાં કરોડો રૂપિયાનો ખર્ચ મેડિકલ સંસાધનો પાછળ થયો છે

સુરત મહાનગર પાલિકા(Surat Corporation)નું બજેટ સાડા છ હજાર કરોડ છે. કોરોનામાં કરોડો રૂપિયાનો ખર્ચ મેડિકલ સંસાધનો પાછળ થયો છે. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે કોરોના માટે આર્થિક ફંડ આપવાનું હતું, તે પણ હજી સુધી પૂર્ણ મળ્યું નથી. જેથી હવે પાલિકાએ પોતાના સંસાધનોમાંથી રેવેન્યુ જનરેટ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે.

કોરોનામાં મનપાની તિજોરી પર અસર થતા પાલિકા દ્વારા અન્ય સંસાધનો કયા ખર્ચ બતાવાયા જાણો

પાલિકાનો મહેકમ 50 ટકાથી પણ વધારે છેઃ ચેરમેન પરેશ પટેલ

સુરત મહાનગરપાલિકા(Surat Corporation)ના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકાનો મહેકમ 50 ટકાથી પણ વધારે છે. કોઈપણ કંપનીમાં નિયમ હોય છે કે, કંપનીનો 25 ટકા ભાગ સેલરી પર ખર્ચ કરવામાં આવે છે અને જ્યારે આ ભાગ 28થી 30ને પાર કરે, ત્યારે સમજી લેવાનું કે કંપની લૉસ મેકિંગ છે. લૉસ મેકિંગ કંપનીને જો પ્રોફિટમાં લાવવી હોય તો, બે ઉપાય કરવામાં આવે છે. કાં તમે કોસ્ટ કટિંગ કરો અથવા તો અધર સોર્સ ઓફ ઇનકમ ઉભા કરો.

વાર્ષિક 40થી 50 કરોડની આવક અમને આ પ્લોટ આપીને થશેઃ ચેરમેન પરેશ પટેલ

પરેશ પટેલે વધુ કહ્યું હતું કે, 1995થી સુરતના અમારા કોમર્શિયલ અને અન્ય પ્લોટનું વેચાણ થયું નથી. પાલિકા પાસે આવા 408 જેટલા પ્લોટ છે. અમે આ તમામ પ્લોટને સુરતની જનતાને ભાડેથી આપી રહ્યા છે. જેથી તેઓ આની પર બગીચા, રેસ્ટોરન્ટ અથવા તો પાર્કિંગ બનાવી શકશે. અત્યારસુધી 10થી 12 પ્લોટ આપી દેવામાં આવ્યા છે. છથી એક વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે અને અમને અત્યારે આવક થતી શરૂ થઈ છે, અમારું અનુમાન છે કે, વાર્ષિક 40થી 50 કરોડની આવક અમને આ પ્લોટ આપીને થશે.

કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાને થતો હતો

પરેશ પટેલે જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાને થતો હતો. તેના માટે પણ અમે વિચારી રહ્યા છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અમે ટેન્ડર બહાર પાડ્યું છે. હાલ એક કંપની સાથે કરાર થયો છે કે, તેઓ ભીનો કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરશે. આ કંપનીને અમે માત્ર મહાનગર પાલિકા(Surat Corporation)ની જમીન આપીશું, જેની પર તેઓ કચરો એસોટિંગ કરશે, ખાતર બનાવશે અને તેનું વેચાણ કરશે. ગાર્બેજ કલેક્શન માટે પાલિકા કંપનીને એક પણ રૂપિયો આપશે નહીં. અત્યાર સુધી અમે લિક્વિડ વેસ્ટ પર એક ટને 2000થી 2500 રૂપિયા કંપનીને આપતા હતા.

આ પણ વાંચોઃ સુરત મહાનગર પાલિકા શેલ્ટરહોમમાં પ્રાથમિક સુવિધા પુરી પાડે: હાઈકોર્ટ

કંપનીની કેપિસિટી જો 500 ટન હશે, તો અમે વર્ષે 25 કરોડ રૂપિયા બચાવી લઈશું

આ કંપની અને પ્લાસ્ટિક કલેક્શનવાળી એક કંપનીને અમે જોડી દીધી છે. કંપનીની કેપિસિટી જો 500 ટન હશે, તો અમે વર્ષે 25 કરોડ રૂપિયા બચાવી લઈશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે અમે ટેસ્ટીંગ કીટથી લઈને મ્યુકોરમાઇકોસીસ કેસની દવાઓ અંગેની ખરીદી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. જેમાં પણ અમે 30થી 40 ટકાની બચત કરી શક્યા છે.

ABOUT THE AUTHOR

...view details