ગુજરાત

gujarat

ETV Bharat / city

Impact of Russia Ukraine War on Market : રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર ગુજરાતના આ ઉદ્યોગો પર પડશે - ગુજરાતના કેમિકલ ઉદ્યોગ પર રશિયા યુક્રેન યુદ્ધની અસર

ગુજરાતથી હજારો કિલોમીટર દૂર રશિયા-યુક્રેન યુદ્ધ છેડાઇ ગયું છે. ત્યારે ગુજરાતના વિવિધ ઉદ્યોગો પર આની અસર પડવાની સંભાવનાઓ (Impact of Russia-Ukraine War on Market ) જોવાઇ રહી છે. જાણો સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો અભિપ્રાય.

Impact of Russia Ukraine War on Market : રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર ગુજરાતના આ ઉદ્યોગો પર પડશે
Impact of Russia Ukraine War on Market : રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર ગુજરાતના આ ઉદ્યોગો પર પડશે

By

Published : Feb 24, 2022, 8:54 PM IST

સુરત : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર (Impact of Russia-Ukraine War on Market ) ગુજરાતના ઉદ્યોગો ઉપર થશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું છે કે, રફ ડાયમંડની મોટાભાગના માઇન્સ રશિયામાં છે. જેથી જેમ્સ એન્ડ જ્વેલરી સેકટર પર તેની અસર જોવા મળશે. આ ઉપરાંત જો અમેરિકા અને નાટો સેના આ યુદ્ધમાં સામેલ થાય તો યુએઈ ગેટવે બનશે અને તેના કારણે ગુજરાતના (Russia-Ukraine War Impact on Gujarat market) ટેક્સટાઈલ (Gujarat Textile Industries) અને ફૂડ ઉદ્યોગ પર ભારે અસર જોવા મળશે.

ગુજરાતના ઉદ્યોગો ઉપર થશે

આટલા બધા સેક્ટર પર થશે અસર

ચેમ્બર ઓફ કોમર્સના (Surat Chamber of Commerce) પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે થયેલી (Impact of Russia-Ukraine War on Market ) સ્થિતિના કારણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઓ ટેક્સટાઈલ, ડાયમંડ , કેમિકલ એન્ડ ફટીલઇઝર ઉપર ખૂબ જ અસર (Russia Ukraine War affect industries in Gujarat) થઈ શકે છે. કારણકે વર્લ્ડ ગેટવે ગણાતા દુબઈથી બિઝનેસ થઈ રહ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગના કાપડ અહીંથી દુબઈ મોકલવામાં આવે છે અને ત્યાંથી અન્ય દેશોમાં જાય છે . અમેરિકા અને નાટો સેનાના જો આ યુદ્ધમાં સામેલ થશે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી

સપ્લાય ચેઇન અસરગ્રસ્ત થશે

વધુમાં જણાવ્યુ હતું કે, ક્રૂડ ઓઇલના ભાવ પહેલાથી વધી ગયા છે. જેને કારણે અર્થવ્યવસ્થા ઉપર અસરથઇ શકે છે. એમ જોવા જઈએ તો ભારતનો યુક્રેન સાથે ઓછો વેપાર છે અને રશિયા સાથે સારો વેપાર (Impact of Russia-Ukraine War on Market ) રહ્યો છે. પરંતુ તેના કારણે બાકીના જે એક્સપોર્ટ દેશો છે એની ઉપર તેની અસર થઈ શકે છે. અને આ અસર આખા વર્લ્ડને થશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ તેમજ આખા વર્લ્ડના એક્સપોર્ટને અસર થશે. સપ્લાય ચેઇન અસરગ્રસ્ત થશે.અમે ઇચ્છીએ છીએ કે જે સમસ્યાઓ છે તેનો ઝડપથી અંત આવે. ડાયમંડમાં પણ સપ્લાઈ બંધ થઇ જશે.

આ પણ વાંચોઃ Stock Market India: 2 વર્ષ પછી શેરબજારમાં સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 2,702 પોઈન્ટ તૂટ્યો

કેમિકલ સાથે સંકળાયેલા ઉદ્યોગો પર પણ જોવા મળશે

ઉલ્લેખનીય છે કે વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. રફ ડાયમંડ માઇન્સ મોટાભાગે રશિયામાં (Impact of Russia-Ukraine War on Market ) આવેલ છે. ત્યાં હાલની પરિસ્થિતિ કટોકટી સમાન છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ વધતા ગુજરાતના કેમિકલ સાથે સંકળાયેલા ઉદ્યોગો પર પણ (Impact of Russia-Ukraine War on Gujarat Chemical Industry) જોવા મળશે. કેમિકલનો ઉપયોગ ટેક્સટાઈલ ઉદ્યોગમાં વધારે થાય છે. જેના કારણે આવનાર દિવસોમાં કાપડના ભાવમાં પણ વધારો થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details