ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં અત્યાર સુધીમાં તૌકતે વાવઝોડાની કેવી છે અસર

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ ઉના અને દિવથી પ્રવેશ કર્યો છે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને જામનગરના દરિયાકિનારે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

કંટ્રોલ રૂમ ખાતે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત
કંટ્રોલ રૂમ ખાતે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત

By

Published : May 18, 2021, 2:01 PM IST

  • જામનગરમાં ભારે પવન સાથે વરસાદ
  • કોરોનાના દર્દી માટે ઓક્સિજનનો પૂરતો જથ્થો કરાયો સંગ્રહ
  • કંટ્રોલ રૂમ ખાતે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત
  • વાવાઝોડું દિશા બદલતા જામનગર પરથી થોડા ઘણા અંશે ખતરો ટળ્યો

જામનગર:શહેરમાં રાત્રીના 3 વાગ્યે વાવાઝોડાંનો પ્રવેશ થયો હતો તેમજ ભારે પવન પણ ફૂંકાયો છે. જો કે સવારે વરસાદ પણ પડ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. બે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો આર્મી નેવી અને એરફોર્સની પણ જુદી-જુદી ટુકડી તૈયાર રાખવામાં આવી છે.

જામનગરમાં ભારે પવન સાથે વરસાદ

આ પણ વાંચો: નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં

જામનગરના તમામ માછીમારો દરિયામાંથી પરત ફર્યા છે. જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાવાના કારણે 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે અને એક ગાય પર વૃક્ષ પડતા ગાયનું પણ મૃત્યુ થયું છે. જો કે હજુ સુધી વાવાઝોડાના કારણે જામનગરમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. અમુક જગ્યાએ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાઓ બની છે.

હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ નહીં

જામનગરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. ઓક્સિજનનો પૂરતો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. સાથે-સાથે હોસ્પિટલમાં વીજ પુરવઠો ન ખોરવાઈ તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ, 500થી વધુ ગામ સાથે સંપર્કમાં રહેશે

મોડી રાત સુધી બેઠકોના દૌર રહ્યા ચાલુ

મોડી રાત સુધી રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને સાંસદ પૂનમ માડમ તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અગ્રણીઓ દ્વારા વિવિધ જગ્યાએ બેઠકોનો દૌર ચાલુ હતો અને મહાનગરપાલિકામાં આવેલા કંટ્રોલ રૂમ ખાતે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો કે વાવાઝોડું દિશા બદલતા જામનગર પરથી થોડા ઘણા અંશે ખતરો ટળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details