- મુંબઇમાં રહેનાર માત્ર 19 વર્ષીય ખુશ ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમનો શોખીન હતો
- મેકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો
- એક દિવસ પણ સ્વાદિષ્ટ ભોજન લીધા વગર દિવસ પસાર કરતો નહોતો
- વૈભવી જીવન ત્યજીને ઇમિટેશન જ્વેલરીના વેપારીનો પુત્ર સંયમનો માર્ગ અપનાવશે
સુરત: દેશના આર્થિક પાટનગર મુંબઇમાં રહેનાર માત્ર 19 વર્ષીય ખુશ ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમનો શોખીન હતો અને મેકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો. એક દિવસ પણ સ્વાદિષ્ટ ભોજન લીધા વગર તે દિવસ પસાર કરતો નહોતો, પરંતુ હવે વૈભવી જીવન ત્યજીને ઇમિટેશન જ્વેલરીના વેપારીનો પુત્ર દીક્ષા (surat diksha program) લઇ સંયમનો માર્ગ અપનાવશે.
મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો
મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં રહેનારા દિલીપભાઈ ગુર્જર જૈનના 19 વર્ષીય પુત્ર ખુશ અમદાવાદ ખાતે દીક્ષા લેશે. ખુશએ પોતાની દીક્ષાને લઈ જણાવ્યું હતું કે, તેને ભણવામાં રસ હતો અને ધોરણ 10માં 83 ટકા મેળવ્યા હતા. ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમમાં ખૂબ જ રસ હતો. "હું મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો અને તૈયારીઓ પણ કરી હતી, પરંતુ અચાનક જ મને ભાવ થયો આ સાંસારિક જીવનમાં શું કામ મળવાનું નથી? મારી ત્રણ માસીએ અગાઉ દીક્ષા લીધી છે અને હું પણ દીક્ષા લેવા (taking diksha ) માંગું છું.