સુરત: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતે ડૉક્ટર્સને થઈ રહેલી મુશ્કેલીઓ અને સુવિધાઓ આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ અંગે IMA ગુજરાતના પ્રમુખ ચંદ્રેશ જારદોશે જણાવ્યું હતું કે, સૌથી વધુ કોરોના સંક્રમિત શહેરોમાં ડૉક્ટર્સ માટે વેન્ટિલેટર સહિત ICU બેડ રિઝર્વ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે.
તમામ પ્રાઇવેટ ડૉક્ટર્સ માટે 50 લાખનો ઇન્સ્યોરન્સ આપવા IMAની માંગ
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં ખાસ કરી સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતે ડૉક્ટર્સને થઈ રહેલી મુશ્કેલીઓ અને સુવિધાઓ આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
doctors in Surat
સંક્રમિત ડૉક્ટર્સ માટે ટોસિલિઝુમબે અને રેમેડીસીવીર ઈન્જેકશનની સુવિધા આપવા રજૂઆત કરાઈ છે. પત્રમાં લખાયું છે કે, કોવિડ અને નોન કોવિડ પ્રેક્ટિસ કરી રહેલા તમામ પ્રાઇવેટ ડૉક્ટર્સ માટે 50 લાખનો ઇન્સ્યોરન્સ આપવામાં આવે.
- સુરતમાં પ્રાઇવેટ ડૉક્ટર્સ માટે 50 લાખનો ઇન્સ્યોરન્સ આપવા IMAની માંગ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો
- સંક્રમિત ડૉક્ટર્સ માટે ટોસિલિઝુમબે અને રેમેડીસીવીર ઈન્જેકશનની સુવિધા
હોસ્પિટલ અને ડૉક્ટર્સને આપવામાં આવેલી નોટિસને તત્કાલ અસરથી રદ કરવામાં આવે અને નોટિસ આપી ડૉક્ટર્સેને હેરાનગતિ કરવાનું બંધ થાય અને સરકાર દ્વારા તમામ ખાલી પડેલી જગ્યાઓ પર રેગ્યુલર પે સ્કેલ પર ભરતી કરવામાં આવે. તેવી માંગ કરવામાં આવી હતી.