ગુજરાત

gujarat

ETV Bharat / city

આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારની મંજૂરી, IMA દ્વારા કરાયો વિરોધ - સુરત અપડેટ

આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હવે આયુર્વેદની અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા તબીબો વિવિધ પ્રકારની જનરલ સર્જરી કાન, નાક, ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાતની સર્જરી કરી શકશે. સરકાર દ્વારા આપવામાં આવેલી મંજુરીનો ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના દ્વારા કરાયો છે. સરકારનો નિર્ણય મેડિકલ સંસ્થાનોમાં ચોર દરવાજેથી આવી હોવાનું IMAએ જણાવ્યું છે. 2જી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત દેશભરના ડોકટરો એક દિવસીય હડતાળ પર જશે. તમામ ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે.

આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરીની કેન્દ્ર સરકારની મંજૂરી
આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરીની કેન્દ્ર સરકારની મંજૂરી

By

Published : Nov 24, 2020, 1:51 PM IST

  • આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરીની મંજુરી
  • ઇન્ડિયન મેડિસન સેન્ટ્રલ કાઉન્સિલ રેગ્યુલેશન્સ 2016માં સુધારો
  • ગુજરાત IMA દ્વારા સરકારનો વિરોધ

સુરતઃ આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હવે આયુર્વેદની અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા તબીબો વિવિધ પ્રકારની જનરલ સર્જરી કાન, નાક, ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાતની સર્જરી કરી શકશે. સરકાર દ્વારા આપવામાં આવેલી મંજુરીનો ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના દ્વારા કરાયો છે. સરકારનો નિર્ણય મેડિકલ સંસ્થાનોમાં ચોર દરવાજેથી આવી હોવાનું IMAએ જણાવ્યું છે. 2જી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત દેશભરના ડોકટરો એક દિવસીય હડતાળ પર જશે. તમામ ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે.

આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરીની કેન્દ્ર સરકારની મંજૂરી IMA દ્વારા વિરોધ
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ રેગ્યુલેશન્સ 2016માં સુધારોસરકારે જણાવ્યું છે કે, આ માટે આયુર્વેદના અનુસ્નાતક પદવી ધારકોને સર્જરીની તાલીમ આપવામાં આવશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિકલ દ્વારા ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ રેગ્યુલેશન્સ 2016માં સુધારો કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આયુર્વેદના અનુસ્નાતક પદવી ધારકો જનરલ સર્જરી કરી શકે તે માટે નિયમોમાં બદલાવ કરાયો છે.ગુજરાત IMA દ્વારા વિરોધ

સરકારના આ નિયમને લઇ IMA વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત IMAએ જણાવ્યું છે કે, અમે સરકાર સમક્ષ માંગ કરી છે કે, તે આધુનિક મેડિકલ વિજ્ઞાનના ડોક્ટરોની પોસ્ટિંગ આયુર્વેદની કોલેજમાં ન કરી તો આ રીતે શોર્ટકટ અપનાવવામાં આવશે, તો NEETનું મહત્વશું રહેશે. આ નિર્ણય વિરુદ્ધ ડોક્ટરોએ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક દિવસીય હડતાલ પર ઉતરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details