- કોરોના વાયરસના સંક્રમણને નાથવા તંત્ર સજ્જ
- લગ્ન માટે પોલીસ પરવાનગી જરૂરી: સુરત પોલીસ કમિશનર
- સુરતમાં આજથી રાત્રી કરફ્યૂ લાગૂ
સુરત: ગુજરાતના ત્રણ શહેરોમાં આજથી રાત્રી કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેર પણ સામેલ છે. સુરતમાં પણ આજ રાતથી કરફ્યૂ લાગશે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને નાથવા રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા રાત્રી કરફ્યૂનો શનિવારથી અમલ શરૂ થશે. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, દિવસનું મુહૂર્ત જોઈ લોકો લગ્ન કરે અથવા તો રાત્રિના સમયે જો મુહૂર્ત હોય તો પોલીસની પરવાનગી મેળવે. એટલે લગ્ન કરવા માટે પોલીસ પરવાનગી જરૂરી છે.
સુરતમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ
શનિવારથી સુરતમાં રાત્રિ કરફ્યૂ શરૂ થશે. જો કે તે દરમિયાન કેવી તકેદારી રાખવી તેમજ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી ભેગા ન થાય. જો કોઈ લગ્ન મુહૂર્ત આ સમયે હોય તો પોલીસ પરવાનગી લેવાની રહેશે . રાત્રે 9 થી સવારે 6 વાગ્યા દરિમયાન લગ્ન ન થાય અને ન યોજવામાં આવે તો સારું રહેશે.પોલીસ સ્ટેશનમાંથી ખાસ મંજૂરી લેવી પડશે. જે જોગવાઈ અગાઉ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેનું પાલન કરવાનું રહેશે. ઓછામાં ઓછા લોકો ભેગા થાય એ આપણા હિતમાં છે.
કરફ્યૂના અન્ય સમાચાર
અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત
અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 કલાકથી જ પોતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.