- સુરતમાં હવે રોંગ સાઈડ પર વાહન ચલાવનારાની ખેર નહીં
- મોબાઈલ પર વાત કરતા વાહનચાલકો સામે પણ થશે કાર્યવાહી
- પોલીસે આવા લોકોનું ડ્રાઈવિંગ લાયસન્સ 3 મહિના કરશે સસ્પેન્ડ
સુરતઃ સુરતમાં પોલીસે ટ્રાફિક નિયમો કડક કરવા કમર કસી છે. સુરત પોલીસ કમિશનરે રોંગ સાઈડ અને મોબાઈલ પર વાત કરતા વાહનચાલકો સામે હવે લાલ આંખ કરી છે. હવે જો તમે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા પકડાશો કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પકડાશો તો 3 મહિના સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ સિવાય બીજીવાર ઈ-મેમો મળશે તોપણ ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થશે. મંગળવારે સીપી કચેરીમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમ જ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરાશે. બ્લેક સ્પોટ, જીવલેણ અકસ્માત, દંડ, ઈ-મેમો જેવા ડેટાબેઝનાે અભ્યાસના આધારે ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે.