સુરતઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યોં છે. ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, દર અઠવાડિયે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ બમણા થઈ રહ્યા છે. તેમજ આવનારા દિવસોમાં જે સ્લમ વિસ્તાર છે અને જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં જો સોશિયલ ડિસ્ટનસિંગ રાખવામાં નહી આવે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી જાશે અને મે માસના અંત સુધીમાં આ કેસ વધીને હજારોની સંખ્યામાં થઈ શકે છે.
તો મે માસના અંત સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા હજારોમાં હશે: મ્યુનિસિપલ કમિશ્નર - Samaras Hostel Surat
સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યોં છે. ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, દર અઠવાડિયે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ બમણા થઈ રહ્યા છે. તેમજ આવનારા દિવસોમાં જે સ્લમ વિસ્તાર છે અને જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં જો સોશિયલ ડિસ્ટનસિંગ રાખવામાં નહી આવે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી જાશે અને મે માસના અંત સુધીમાં આ કેસ વધીને હજારોની સંખ્યામાં થઈ શકે છે.
જો શહેરના લોકો નહીં સુધરે તો સ્થિતિ વિકટ બની શકે છે. આવી સ્થિતિને ડામવા માટે મહાનગર પાલિકાએ હોસ્પિટલ બેડ, N 95 અને PPE કીટને વધારવા માટેની તજવીજ હાથ ધરી છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમા દર એક લાખની સંખ્યા સામે સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર શહેર સુરત છે. જેથી ખબર પડે કે સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ક્યાં વિસ્તારમાં છે અને આ કેસો ના વધે આ માટે પાલિકા દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જ્યાં પણ સ્લમ વિસ્તારો છે ત્યાં ફીવર ક્લિનીક શરૂ કરવામાં આવ્યા છે. IMAની સાથે દરેક વિસ્તારમાં એક ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે આવા વિસ્તારોમાં જ્યાં RIT કેસો છે ત્યાંના ડોક્ટરોની ટીમ મેડિકલ તપાસ કરી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા લઘુમતી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને રમજાન મહિનામાં લોકો ઘરમાં રહી સોશિયલ ડિસ્ટનસિંગ રાખી આ પવિત્ર માસ પસાર કરે આ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. જેને સમાજના આગેવાનો અને ધર્મગુરુઓએ સમર્થન આપ્યું છે. શહેરમાં શંકાસ્પદ દર્દીઓને ક્વારેન્ટાઈન રાખવા માટે શહેરની સમરસ હોસ્ટેલમાં 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માલીબા કેમ્પસ ખાતે 700 બેડની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલની મદદ પણ લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જે ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી છે એના જ કારણે કોરોનાવાઇરસ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટનસિંગન રાખવાના કારણે કેસોમાં વધારો થયો છે. રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ સર્વેલન્સનો ટૂલ છે આ કોઈ હાઈ સ્ટાન્ડર્ડ નથી. હાઈ સ્ટાન્ડર્ડ માટે આરટી-પીસીઆર થી ટેસ્ટ કરવામાં આવે છે. કમ્યુનિટી ટેસ્ટિંગમાં જ્યાં સંક્રમણ વધી શકે છે ત્યાં જાણવા માટે રેપીટ એન્ટીબોડી ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી 62 એન્ટીબોડી ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે પરંતુ એકમાં પણ પોઝિટિવ કેસ મળ્યો નથી. જોકે કોઇ પોઝિટિવ કેસ આવશે તો તેનું પૃથ્થકરણ કરીને આરટી-પીસીઆર સાથે પુષ્ટિ કરવામાં આવશે. તેમજ કહ્યું કે શહેરમાં જે હોટસ્પોટ વિસ્તાર હતા ત્યાં હાલ કેસો ઓછા જોવા મળી રહ્યા છે પરંતુ ત્યારબાદ જ્યારે નવા ક્લસ્ટર વિસ્તાર આવ્યા છે અને ત્યાં સ્લમ વિસ્તાર હોય તો કરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. અત્યાર સુધી શહેરમાં 19 ક્લસ્ટર વિસ્તારો છે જેને પાલિકાએ આઈડેન્ટિફાઈ કરી ત્યાં સર્વેલન્સની કામગીરી શરૂ કરાઇ છે.