- VNSGUએ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાનો કર્યો નિર્ણય
- યુનિવર્સિટીના નિર્ણય સામે સત્યમેવ જયતે ગૃપે ઉઠાવ્યો વાંધો
- ગૃપે યુનિવર્સિટીના કુલપતિને માત્ર ઓનલાઈન પરીક્ષા લેવા લેખિતમાં કરી રજૂઆત
સુરતઃ રાજ્ય સરકારના નિર્ણય પછી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ BA, B.Com, BS.c, BB.A સેમેસ્ટર 6ની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન લેવામાં આવે તેવી સત્યમેવ જયતે ગૃપ દ્વારા માગ કરવામાં આવી હતી. આ ગૃપે કુલપતિને પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃશિક્ષણ વિભાગનો પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય, યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા
ઓફલાઈન પરીક્ષા દરમિયાન કોરોનાના કેસ વધશે તેનો જવાબદાર કોણઃ સત્યમેવ જયતે ગૃપ
સત્યમેવ જયતે ગૃપના સભ્ય ચિંતન સાંઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઝમાં બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અમે યુનિવર્સિટીના કુલપતિને એક રજૂઆત કરવા આવ્યા હતા કે, તમામ પરીક્ષાઓ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન જ લેવામાં આવે. કારણ કે, કોરોના મહામારી વધી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે જો ઓફલાઈન પરીક્ષા લેવાશે તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે. ઓફલાઈન પરીક્ષામાં કોરોના સંક્રમણ વધશે તો તેની જવાબદારી રાજ્ય સરકાર કે યુનિવર્સિટી લેશે એ તમામ પ્રશ્નો અમે પૂછ્યા છે.