ગુજરાત

gujarat

ETV Bharat / city

હું સુરત કોર્પોરેશનનો વૉર્ડ નંબર 28 બોલું છું - ચૂંટણી અપડેટ

સુરત કોર્પોરેશનની ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. આ અંતર્ગત ETV BHARATની ખાસ રજૂઆત પર હું સુરત કોર્પોરેશનનો વૉર્ડ નંબર 28 'હું વૉર્ડ, આ મારી વાત'ના અહેવાલ અંતર્ગત મારી વાત રજૂ કરવા આવ્યો છું.

સુરત કોર્પોરેશન
સુરત કોર્પોરેશન

By

Published : Feb 5, 2021, 7:55 PM IST

  • હું છું સુરત કોર્પોરેશન નો વૉર્ડ નંબર 28
  • મારા વૉર્ડમાં છે પાણી અને ડ્રેનેજની સમસ્યા
  • મારા વિસ્તારમાં 107 હજારથી વધુ લોકો રહે છે

સુરત : હું SMC એટલે કે સુરત મહાનગરપાલિકાનો વૉર્ડ નંબર 28 બોલું છું. મારા વિસ્તારમાં માત્ર ગુજરાતના જ નહીં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાથી આવેલા પરપ્રાંતીય સમાજના લોકો વસે છે. અહીં લઘુમતી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં છે. મારા વિસ્તારમાં શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. મારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીની સમસ્યા ઉડીને આંખે વળગી રહી છે. મારા વિસ્તારમાં એક લાખ સાત હજારથી વધુ લોકો રહે છે, પરંતુ અહીંની વિસમાર હાલતમાં છે.

હું સુરત કોર્પોરેશનનો વૉર્ડ નંબર 28 બોલું છું

2012થી ગણિત-વિજ્ઞાન શિક્ષકોની ભારે ઘટ

દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરત શહેર આમ તો બીજા ક્રમે આવે છે, પરંતુ મારા વિસ્તારને જોઈ તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. અહીં અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ગંદકી સિવાય પણ મારી અનેક સમસ્યાઓ છે. પાણી અને ડ્રેનેજની સમસ્યા સિવાય મરાઠી, ઉર્દૂ, મોર્યા, હિન્દી ભાષાની નગર પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2012થી ગણિત-વિજ્ઞાન શિક્ષકોની ભારે ઘટ છે. હિન્દી માધ્યમના એક હજાર વિદ્યાર્થીઓ સામે માત્ર 5 જ શિક્ષક છે. એમાં પણ પ્રવાસી શિક્ષકો પણ આવે છે. પાંડેસરા GIDC પણ અહીં આવેલી છે. જેથી પર્યાવરણની સમસ્યા સર્જાઈ છે.

ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જાય છે

અહીં પરપ્રાંતિય સમાજના કોર્પોરેટર હોવા છતા પરપ્રાંતિય રહેઠાણના વિસ્તારોમાં વિકાસ નથી. 4 કોર્પોરેટર્સમાંથી બે મરાઠીના સમાજના હતા. જ્યારે એક રાજસ્થાની સમાજના કોર્પોરેટર હોવા છતા આ વિસ્તારમાં જે પણ પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે જોવા મળે છે નહી. જ્યારે વરસાદ થાય છે, ત્યારે મારા વૉર્ડમાં આવેલા ક્રિષ્નાનગર, સીતાનગર, લક્ષ્મીનારાયણ નગર, ભેદવાડ, દરગાહ, પ્રેમનગરમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય છે. એકથી બે ફૂટ જેટલું પાણી ભરાઇ જવાને કારણે ખાડી કિનારે આવેલા ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details