ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, પતિએ કરી પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા - Dindoli police

સુરતમાં રેલવે પોલીસને બે દિવસ પહેલા રેલવે ટ્રેક નજીક દફનાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે તપાસ કરતા આ મૃતદેહ ડિંડોલી વિસ્તારના અજય મોરે નામના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીને હેરાન કરનારા યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં પૂર્વ પ્રેમી પત્નીને હેરાન કરતો હોવાથી પતિએ પ્રેમીની કરી હત્યા
સુરતમાં પૂર્વ પ્રેમી પત્નીને હેરાન કરતો હોવાથી પતિએ પ્રેમીની કરી હત્યા

By

Published : Mar 30, 2021, 7:41 PM IST

  • રેલવે ટ્રેક નજીક મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • પતિએ પત્નીને હેરાન કરનારા શખ્સની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે
  • પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતઃ શહેરમાં રેલવે પોલીસને બે દિવસ પહેલા રેલવે ટ્રેક નજીક દફનાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે તપાસ કરતા આ મૃતદેહ ડિંડોલી વિસ્તારના અજય મોરે નામના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. આ યુવક 22 તારીખે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ત્રણ દિવસ પહેલા હત્યા કરી દફનાવેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ ઓળખી ન શકાતા રેલવે પોલીસે FSLની મદદથી આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

સુરત પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચોઃ અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

મૃતક યુવક આરોપીની પત્નીને કરતો હતો હેરાન

પાલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, શહેરમાં એક યુવતીના થોડા મહિના પહેલા સાગર ઉર્ફે અનિલ બાગલે સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણીએ અજય સાથે બોલચાલ બંધ કરી હતી. તેણીએ બોલચાલ બંધ કરી દીધી હોવા છતાં અજય મોરે તેણીને કોલ કરી હેરાન કરતો હતો. જેથી પતિએ પત્નીને હેરાન કરનારા શખ્સની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચોઃ મોરબી: બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી મૃતદેહ ફેકી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું

ચપ્પુ મારી હત્યા કરી

આ મામલે મૃતક યુવકની પૂર્વ પ્રેમિકાના પતિની પોલીસે ધરપકડ કરી છે. પોતાની પત્નીને હેરાન અને પરેશાન કરતા યુવકને સમજાવવા માટે બોલાવી સાથે બેસી દારૂ પીવડાવી તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. ત્યારબાદ પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયાસ કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક દફનાવી દેવાની કબૂલાત આરોપીએ કરી હતી. એટલું જ નહીં મૃતકનો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંકી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details