- કોરોના વોરીર્યર્સ પરિવારની ચીંતા કર્યા વગર નિભાવી રહ્યા છે ફરજ
- 7 મહિનાના પુત્રની કાળજી લેવા માટે પત્ની સવારે તો પતિ કરી રહ્યા છે રાત્રે ડ્યૂટી
- પતિ એમ્બ્યુલન્સમાં કામ કરે છે તો પત્ની 108 એમ્બ્યુલન્સની મહિલા આઈએમટી છે
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોના કાળમાં કોરોના વોરીર્યર્સ પરિવારની ચીંતા કર્યા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે શહેરમાં વાઘાણી દંપતિ હાલ સેવા અને કર્તવ્યનિષ્ઠા મિશાલ બન્યા છે. પતિ એમ્બ્યુલન્સમાં કામ કરે છે તો પત્ની 108 એમ્બ્યુલન્સની મહિલા આઈએમટી છે. પોતાના 7 મહિનાના પુત્રની કાળજી લેવા માટે પત્ની સવારે તો પતિ રાત્રે ડ્યૂટી કરે છે. પુત્રને દિવસે જ્યારે ભૂખ લાગે ત્યારે પત્ની જ્યા ફરજ હોય ત્યાં પતિ પુત્રને લઈ જાય છે.