સુરતમાંથી દેહ વેપાર રેકેટ ઝડપાયું, બાંગ્લાદેશની કિશોરીને બચાવવામાં આવી - સુરતના સમાચાર
બે વર્ષ પહેલા બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી કિશોરી સુરતથી મળી આવી છે. શહેરમાં ગેરકાયદેસર ચાલી રહેલા સ્પામાંથી આ કિશોરી મળી આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત અન્ય પંજાબથી લાવેલી યુવતી પાસે પણ આ લોકો દેહ વેપાર કરાવતા હતા. બન્ને પાસે દેહ વિક્રેય કરાવતા ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બાંગ્લાદેશથી અપહરણ કરી વેચનાર મોશીન સહિત અન્યની શોધખોળ પોલીસે શરૂ કરી છે.
સુરત : બાંગ્લાદેશના ખુલના શહેરમાં રહેતી 12 વર્ષીય કિશોરીને બે વર્ષ પહેલા મોબાઈલ આપવાની લાલચ આપી મોશીન નામનો આરોપી ભારત લઈ આવ્યો હતો અને ભારતના બેંગ્લોર શહેરમાં આ કિશોરીને મિલન નામના ઈસમને વહેંચી નાખી હતી. ત્યારબાદ આ મિલન નામના આરોપીઓએ મુંબઈમાં રહેતી નીતુ નામની મહિલાને આ કિશોરીને વહેંચી દીધી હતી. મહિલા આરોપીએ સુરતમાં રહેતા શબીર નામના ઈસમને આ કિશોરી વહેંચી તેની સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હતું. જો કે અહીં આ કામ રોકાયું નહી અને આ શબ્બીર એ સુરતની અંદર જ ફરી કિશોરીને વહેંચી દીધી હતી. ત્યારબાદ આ આરોપીએ અંકિતને વહેંચી નાખી હતી. સુરતના ભીમરાડ ઇન્ફિનિટી ક્લબમાં ચાલતા ગેરકાયદેસર સ્પામાં રેડ કરી આ કિશોરી સહિત એક અન્ય પંજાબથી આવેલી યુવતીને આ દેહ વેપારથી મુક્ત કરાયા છે.