સુરતગુજરાત ATS અને DRI દેશભરમાંથી ડ્રગ્સ પકડવાની મૂહિમ ચલાવી રહી છે. જેમાં તેમને મોટા પ્રમાણમાં સફળતા હાથ લાગી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (home minister harsh sanghvi) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ATSએ (gujarat ats news) એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે.
વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડાયું ગૃહ રાજ્યપ્રધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ (surat crime branch) અને ATSને સફળ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. કાલે જે રીતે કોલકતા પોર્ટ પરથી 39 કિલો જેની અંદાજિત કિંમત 200 કરોડ હતી, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનો શ્રેય પણ ગુજરાત ATSને ફાળે જાય છે. દેશની અનેક સીમાઓ પર ડ્રગ્સનો નેટવર્ક તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનેક રાજ્યોમાં ગુજરાત ATSના (gujarat ats news) માધ્યમથી ડ્રગ્સ પકડવવામાં આવી રહ્યું છે.
અન્ય રાજ્યને પણ મદદ કરે છે ATS જે ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે, તેના કારણે અમુક લોકોને દુઃખ પણ થઇ રહ્યું છે. આ દુઃખ કયા કારણે થઇ રહ્યું છે, તે પણ એક તપાસનો વિષય છે. ગુજરાત પોલીસની (gujarat police news today) માહિતીથી દિલ્લી પોલીસને 1000 કિલોથી વધુ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. પંજાબની જેલમાં પણ ડ્રગ્સ નેક્સસ ચાલી રહ્યું હતું, તેનો પર્દાફાશ પણ ગુજરાત પોલીસ દ્વારા થયો હતો. તે બદલ પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો (gujarat police news today) આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પોલીસના કારણે થયો ખૂલાસો ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી, બંગાળ સરકાર અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણેય ઉપર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના (gujarat police news today) કારણે એક બાજૂ પંજાબમાં જેલની અંદરથી ચાલી રહેલા ડ્રગ્સ ઓપરેશનનો ખૂલાસો થયો છે. બીજી તરફ ભંગારમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક ડ્રગ્સના વેચાણમાં નંબર વન છે અને બીજો મર્ડરમાં નંબર વન છે. એટલું જ નહીં તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જે લોકો રાજમહલમાં રહે છે તેમને જમીનની હકીકત તો ખબર નથી.