અત્યાર સુધીમાં ક્યાં પાર્ટીના કેટલા મેયર, જાણો સુરત મનપાનો ઇતિહાસ
રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. સુરત વિશ્વમાં સૌથી વધુ ઝડપી શહેરોમાં સામેલ છે. સૌથી અગત્યની વાત છે કે, અહીં દરેક રાજ્યના લોકો રોજગારી માટે આવતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તમામને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોય છે.
history of Surat Municipal Corporation mayor
By
Published : Jan 6, 2021, 10:59 PM IST
સુરત : રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. સુરત વિશ્વમાં સૌથી વધુ ઝડપી શહેરોમાં સામેલ છે. સૌથી અગત્યની વાત છે કે, અહીં દરેક રાજ્યના લોકો રોજગારી માટે આવતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તમામને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોય છે.
1644માં મોગલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન બની હતી આ વહીવટી કચેરી
સુરત મહાનગરપાલિકાની વહીવટી કચેરી મુગલીસરા ખાતે આવેલી છે. હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ ઇમારત 1644માં મોગલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન તેના એક લશ્કરી અધિકારી દ્વારા બનાવવામાં આવી હતી, અને તે મુગલીસરા નામથી જાણીતી હતી. તેનો ઉપયોગ કારવાંશરાઈ અથવા વેઇટિંગ રૂમ તરીકે કરવામાં આવતો હતો.
સુરત શહેરના વહીવટને સંભાળવા માટે સુરતના જિલ્લા ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવતો હતો
જે બાદ 1846માં શહેરના વહીવટને સંભાળવા માટે સુરતના જિલ્લા ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી તેમને આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની અને મહેસૂલ એકત્રિત કરવાની જવાબદારીઓ તેમના ખભા પર હતી. જે હાલમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી
1850ના મ્યુનિસિપલ એક્ટ હેઠળ, શ્રી રોઝે સુરતના સમકાલીન કલેક્ટર, 23મી એપ્રિલ, 1852ના રોજ પાલિકાની કચેરીની સ્થાપના કરી હતી. આ અગાઉ સુરતના નાનપુરા ખાતે આવેલા પોસ્ટ ઓફિસમાં આ કામ થતું હતુ, પરંતુ સમયાંતરે કામ વધતા નવી ઓફિસની જરૂરિયાત ઉભી થઇ હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 17 પ્રતિનિધિ મેયર બન્યા
છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં ભાજપની સત્તા સુરત મહાનગરપાલિકામાં રહી છે. આમ જોવા જઈએ તો 1966થી લઇ અત્યાર સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 17 પ્રતિનિધિ મેયર બન્યા છે. જેમાં ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.