- ગુજરાત માટે એક ઐતિહાસિક ચુકાદો
- પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ- હત્યા મામલો
- કોર્ટ દ્વારા આરોપીને સંભળાવામાં આવી ફાંસીની સજા
સુરત: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા (Pandesara Rape with Murder Case)મામલે સૌથી ઝડપી ફાંસીની સજા એક ઐતિહાસિક ચુકાદો (Historic Judgement by Surat Court) સાબીત થયો છે. દિવાળીના દિવસે ઘટના બની હતી. જેમાં આરોપી ગુડ્ડુ યાદવએ આ બાળકીનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ કર્યુ હતુ, તથા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે ફરિયાદના આધારે 8 નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 16 નવેમ્બરના રોજ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી. અને આજે 28 દિવસ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે. આ આખા કેસ દરમિયાન 42 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. તથા બીજા ડોક્યુમેન્ટરી એવિડન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એમાં DNA, CCTV એવિડન્સ ત્યારબાદ બંને પક્ષોની દલીલો થઇ આજે નામદાર કોર્ટમાં સુરતના એડીશનલ જજ પી.એસ.કલા દ્વારા આરોપી ગુડ્ડુ યાદવને કલમ 302 તથા 376-AB મુજબ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે.
બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો: હર્ષ સંઘવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પોલીસના જવાનોએ ખૂબ ઉમદા કામગીરી કરીને માત્ર ગણતરીના સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી જેથી ગણતરીના દિવસોમાં જ બાળકીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. વકીલો,તબીબોની ટીમ એફએસએલ તથા ડીએનએ સહિતની તમામ ટીમોએ ખૂબ ઝડપી કામગીરી કરીને બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો છે.
સૌથી ઝડપી ફાંસીની સજા એક ઐતિહાસિક ચુકાદો
આ સૌથી ઝડપી ફાંસીની સજા છે, તે એક ઐતિહાસિક ચૂકાદો છે તેવું કહી શકાય. કારણ કે થોડા દિવસ પહેલાં જ ગાંધીનગરમાં આ જ રીતે કેસ સોલ્વ કરવામાં આવ્યો હતો. એ પહેલા પણ સુરત કોર્ટની અંદર જ ફક્ત પાંચ દિવસની અંદર આરોપીને આજીવન કેદની સજા (fastest judgement in gujarat) સંભળાવવામાં આવી હતી. કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યા બાદ પીડિતાના માતા-પિતા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમને આ મામલે ન્યાય મળશે કે નહીં મળશે પરંતુ આજે અમને ન્યાય મળી ગયો છે. અમે ગરીબ છીએ અમને એવું લાગતું હતું કે, અમને ન્યાય મળશે નહીં.