- ઉકાઈ ડેમની સપાટી હાલ 12 વાગ્યા સુધી 341.36 ફૂટ નોંધવામાં આવી
- હાલ 3.10 લાખ ક્યુસેક પાણીના ઇનફલૉના કારણે તંત્ર દ્વારા સતત વોચ રાખવાની સાથે 2 લાખ ક્યુસેક પાણી આઉટફલો
- હાલની પરિસ્થિતિના કારણે 52 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા
સુરત : ગુલાબ વાવાઝોડાની અસર અને વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમની સપાટીને જાળવી રાખવાના સતત કરવામાં આવી રહેલા પ્રયાસો વચ્ચે મોડી રાત્રે થી 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ડેમની સપાટી હાલ 12 વાગ્યા સુધી 341.36 ફૂટ નોંધવામાં આવી હતી. જો કે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને હાલ 3.10 લાખ ક્યુસેક પાણીના ઇનફલૉના કારણે તંત્ર દ્વારા સતત વોચ રાખવાની સાથે 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું પણ યથાવત રાખવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે ETV Bharatએ સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા, ટ્વીટ કરીને કર્યો દાવો
વરસાદનો જોરદાર ઈનીંગ
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ ની તોફાની ઈનીંગ જોવા મળી રહી છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડાને પગલે અતિભારે વરસાદની શક્યતા હોવાથી ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. ડેમના 12 દરવાજા ખોલીને મહત્તમ 1.90 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. તે વધારીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 3.10 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં 341.36 ફુટ ઉપર પહોંચી હતી. વધુમાં જોવા જઈએ તો સામાન્ય સંજોગોમાં ઉકાઈ ડેમમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં ડેમ સંપૂર્ણ ભરાઇ જતો હોય છે અને પાણી છોડવાનું પણ બંધ કરી દેવામાં આવે છે પણ ચાલુ વર્ષે પાછોતરો વરસાદ પડયો હોવાથી ડેમની સપાટીને જાળવી રાખવા અને સંભવત પૂરની અસર ટાળવા માટે હાલમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.
ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ: ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ આ પણ વાંચો : રાકેશ ટિકૈતે કેમ કહ્યું કે, ખેડૂતોનું આંદોલન હજી ચાર વર્ષ સુધી ચાલશે?
મહારાષ્ટ્રના પણ અધિકારીઓના સંપર્કમાં છીએ
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું,"ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમે ઉકાઈ ડેમના અધિકારીઓ સહિત મહારાષ્ટ્રના પણ અધિકારીઓના સંપર્કમાં છીએ હાલની પરિસ્થિતિના કારણે 52 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે". અધિકારીઓ સ્થળ પર છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની સપાટી 341 ફૂટ પર છે ચાર ફૂટ બફર કહી શકાય. સતત અમારી નજર કેચમેન્ટ એરિયા માં પડી રહેલા વરસાદ પર છે".