ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મેઘરાજાની અનરાધાર બેટિંગ, બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો - Heavy rains in Surat

સુરત શહેરમાં મેઘરાજાની અનરાધાર બેટિંગના પગલે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ભરાવવાના કારણે અવર જવર કરતા દર્દીના પરિવારજનો, મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફને પણ હાલાકી વેઠવી પડી હતી.

etv bharat surat
etv bharat surat

By

Published : Jul 13, 2020, 2:55 PM IST

સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અઠવાગેટ, મજુરાગેટ, વરાછા તેમજ ઉધના, ખટોદરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે સર્વિસ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

બીજી તરફ ધોધમાર રૂપે વરસી રહેલા વરસાદના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પણ પાણી ભરાયા હતા. હોસ્પિટલમાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી.જ્યારે કેટલાક વાહનો બંધ પડી જવાના કારણે વાહન ચાલકોને વાહનને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજરોજ સુરતમાં વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.સુરતના મજુરાગેટ અઠવાગેટથી,રાંદેર,અડાજણ,વરાછા ડાહીત ખટોદરા ઉપરાંતના વિસ્તારોમાં ભારે વરસાદ વર્ષી રહ્યો છે.ધોધમાર વરસાદના કારણે શહેરના સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

જ્યારે નીચાણવાળા વિસ્તારો પણ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે. ભારે વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડકભર્યો માહોલ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details