- નેશનલ હાઇવે પર પણ ફરી વળ્યાં પાણી
- બારડોલીમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
- શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ
બારડોલી : સુરત જિલ્લામાં ઘણા દિવસો બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બારડોલી સહિત જિલ્લાના પલસાણા, કામરેજ અને મહુવામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલી મામલતદાર કચેરીની સામે આવેલી વસાહતમાં લોકોના ઘરોમાં પાણી ભરાય જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. આમ, લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો:Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ
સવારથી જ ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા. જેના કારણે શહેરના અમુક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ બાદ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને જાણ થતા જ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી.
બારડોલીમાં ઘરોમાં પાણી ઘુસ્યા