ગુજરાત

gujarat

ETV Bharat / city

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ - Rain in Surat

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સુરત શહેરમાં પણ બુધવાર સાંજથી જ ધીમા ધારે વરસાદ શરૂ હતો. શહેરમાં અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.

Rain news
Rain news

By

Published : Sep 23, 2021, 4:53 PM IST

  • હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસાદ પડ્યો
  • મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદને કારણે સુરત શહેર પાણીથી તરબોળ
  • અનેક વિસ્તારોમાં ઘૂંટણસુધી પાણી ભરાયા

સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સુરત શહેરમાં પણ બુધવાર સાંજથી જ ધીમા ધારે વરસાદ શરૂ હતો. શહેરમાં મધરાતથી જ મેંઘરાજાની બેટિંગ શરૂ થઇ ગઈ હતી. વહેલી સવાર થતાં જ કડાકાભેર વરસાદ સમગ્ર શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેથી શહેરના અનેકો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

આ પણ વાંચો: પાટણમાં ભારે વરસાદના કારણે રાજકાવાડાથી ખાન સરોવર સુધીના રસ્તા ધોવાયા, બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકોમાં રોષ

શહેરમાં અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ચુક્યો છે

શહેરના ઉધના દરવાજા, લીંબાયત મીઠીખાડી, ઉધના રેલવેગાનાળુ તથા શહેરના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બે કલાક વિરામ બાદ ફરી મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના વરાછાથી કામરેજ સુધીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જેથી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઇ રહી હતી. બાજુ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર સુરત શહેરમાં અત્યાર સુધી બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદે બે કલાક વિરામ લીધા બાદ ફરી સમગ્ર શહેરમાં મુશળધાર વરસાદ મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગમી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત સહીત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હજુ પણ સુરત તથા જિલ્લાઓમાં મેંઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

આ પણ વાંચો: રાત્રીના વરસેલા ધોધમાર વરસાદને પગલે કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર ઘૂંટનસમાં પાણી ભરાયા

  • કચ્છ જિલ્લાના નખત્રાણા (nakhatrana kutch bhuj weather) તાલુકામાં 23 સપ્ટેમ્બરે બપોરના 1 કલાકના સમયગાળામાં મેઘરાજા મન મૂકીને વરસતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. નખત્રાણામાં બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના માત્ર 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મેઘ મહેર થતાં નગરની અંદરથી પસાર થતા માર્ગો ઉપર પાણી ફરી વર્યા હતા અને ટ્રાફિક ખોરવાયો હતો.
  • રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસનદી બે કાંઠે વહેવા લાગી છે. 23 સપ્ટેમ્બરે વહેલી સવારે નદીમાં અચાનક વધુ પાણી આવી જતા આ પૂરમાં એક દંપતિ ફસાયું હતું. જેને પ્રશાસનની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની મહેનત બાદ રેસ્કયૂ કરવામાં આવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details