સુરતઃ હવામાન વિભાગે (Meteorological Department Forecast for Rain) રાજ્યમાં આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેવામાં સુરતમાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. અહીં વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ (Heavy Rain in Surat) પડ્યો હતો. આના કારણે લોકોએ ઠંડક અનુભવી હતી. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે (Locals faced so many problems due to Rain) આવ્યા હતા.
લોકોને ગરમીમાંથી રાહત - સુરતમાં હજી તો વરસાદી માહોલ બરાબર જામ્યો નથી. ત્યારે ચોમાસું શરૂ થતાં દર વર્ષે જે પ્રકારે વરસાદ પડે છે તેવો વરસાદ હજી સુધી પડ્યો નથી. જેથી લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સુરતમાં આજે (ગુરુવારે) સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જોકે, કેટલીક જગ્યાએ હજી પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.
ખેડૂતોને રાહત -વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વરસાદના કારણે સવારમાં કામકાજ પર જતા લોકોને મુશ્કેલીનો (Locals faced so many problems due to Rain) અનુભવ કરવો પડ્યો હતો. વરસતા વરસાદમાં લોકોએ બ્રિજ નીચે વાહનો ઊભા રાખવાની ફરજ પડી હતી. તો કેટલાક લોકોએ પલળતા પલળતા ઓફિસ કે કામકાજના સ્થળે જવાની ફરજ પડી હતી. જ્યારે વરસાદના કારણે ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે.