ગુજરાત

gujarat

ETV Bharat / city

Heavy Rain in Surat : વરસાદી પાણીમાં ફસાઇ ગઇ સિટી બસ, બાળકો વૃદ્ધો સહિત કેવી રીતે થયું રેસ્ક્યૂ જૂઓ

સુરતમાં એકતરફ મેઘમહેર વરસી (Heavy Rain in Surat ) રહી છે તો બીજી તરફ વરસાદી પાણીનો ભરાવો (Water Logging in Amroli) થાય તેના યોગ્ય નિકાલના અભાવે કેટલીક સમસ્યાઓ પણ સામે આવી રહી છે. સુરતના અમરોલીમાં ત્રણ ફૂટ પાણી ભરયાં હતાં જેમાં ઉતરેલી સિટી બસ ફસાઇ (Surat City Bus Entangled) ગઇ હતી. જાણો કેવી રીતે રેસ્ક્યૂ (Rescue by Surat Fire Department) કરાયા પ્રવાસી.

Heavy Rain in Surat : વરસાદી પાણીમાં ફસાઇ ગઇ સિટી બસ, બાળકો વૃદ્ધો સહિત કેવી રીતે થયું રેસ્ક્યૂ જૂઓ
Heavy Rain in Surat : વરસાદી પાણીમાં ફસાઇ ગઇ સિટી બસ, બાળકો વૃદ્ધો સહિત કેવી રીતે થયું રેસ્ક્યૂ જૂઓ

By

Published : Jul 2, 2022, 5:19 PM IST

સુરત : શહેરમાં સતત વધી રહેલા વરસાદના (Heavy Rain in Surat )કારણે સુરત શહેરના અમરોલીમાં કોસાડ રોડ લેક ગાર્ડન પાસે ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ (Water Logging in Amroli) ગયું હતું. ત્યારે અહીંથી પસાર થતી પ્રવાસીઓ ભરેલી સિટી બસ ફસાઈ ગઇ હતી. આ બનાવની (Surat City Bus Entangled) જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ માટે (Rescue by Surat Fire Department)કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 17 જેટલા પ્રવાસીઓને બહાર કાઢ્યા હતાં.

શાળાના વિદ્યાર્થીને ખભે બેસાડી રેસ્ક્યૂ કરાયો

આ પણ વાંચોઃ LIVE VIDEO : અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ, મહામહેનતે કરાયું રેસ્ક્યૂ

બસમાં હતાં શાળાના વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝન - સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા (Heavy Rain in Surat )મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરતના અમરોલી વિસ્તારમાં (Water Logging in Amroli) સિટી બસ આશરે અઢી ફૂટ પાણીમાં ફસાઈ ગઈ (Surat City Bus Entangled) હતી. ડ્રાઇવર સહિત યાત્રીઓ પાણીમાં ફસાઈ જતા આ ઘટનાની જાણ ફાયર વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી.

સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી

ખભે બેસાડીને સુરક્ષિત બહાર કાઢ્યા -ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે (Water Logging in Amroli) પહોંચીને બસની અંદર બેઠેલા તમામ યાત્રીઓને એક એક કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝન પણ સામેલ હતા. વિભાગના કર્મચારીઓએ યાત્રીઓને પોતાના ખભે બેસાડીને સુરક્ષિત (Rescue by Surat Fire Department)બહાર કાઢ્યા હતા. ક્રેઇનના માધ્યમથી બસને (Surat City Bus Entangled) પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

પાણીમાં ફસાયેલી સિટી બસને ક્રેઇનથી બહાર કાઢી

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રવાસીઓની બસની બ્રેક થઈ ફેઈલ, ડ્રાઈવરે કર્યું એવું કામ કે લોકો જોતા રહી ગયા

3 થી 4 જેટલી સિટી બસો બંધ પડી -સુરતના જિલાણી બ્રીજ પર ચારેક જેટલી સિટી બસો બંધ પડી ગઇ હતી જેને લઈને અહી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ (Heavy Rain in Surat )વરસી રહ્યો છે. અવિરત વરસાદને લઈને સુરત શહેર પાણી પાણી થઇ ગયું હતું. તો બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતાં. ત્યારે રાંદેર જિલાણી બ્રીજ પર એક સાથે 3 થી 4 જેટલી સિટી બસો બંધ પડી ગઇ હતી. બ્રીજ પર વરસતા વરસાદમાં બંધ પડી જતા અહી ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે બસ બંધ (Surat City Bus Entangled) પડી જવાનું કારણ હાલ સામે આવ્યું ન હતું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details