ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain Update: સુરત જિલ્લામાં મેઘરાજાએ સાચવ્યું અષાઢી બીજનું મહુર્ત, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ - સુરત વરસાદ અપડેટ

સુરતમાં દર અષાઢી બીજે મેઘરાજા પોતાની સવારી લઈને આવે છે, ત્યારે આ વર્ષે પણ અષાઢી બીજે સુરતના માંગરોળ, માંડવી, કામરેજ, ઓલપાડ જેવા જિલ્લાઓમાં ઘોઘમાર વરસાદ(Heavy Rain) જોવા મળ્યો હતો. જેને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.

Rain Update
Rain Update

By

Published : Jul 12, 2021, 5:38 PM IST

  • અષાઢી બીજે સુરતમાં વરસાદ
  • માંડવી, માંગરોળ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની સવારી
  • ખેડૂતોમાં ખૂશીનો માહોલ

સુરત (Surat Rain Update): દર વર્ષે સુરત જિલ્લા(Surat Rural)માં મેઘરાજા અષાઢી બીજનું મહુર્ત સાચવી જ લેતા હોય છે, ત્યારે આજે 12 જૂલાઈના રોજ પણ અષાઢી બીજના પાવન પર્વ પર માંગરોળ, માંડવી, કામરેજ, ઓલપાડ સહિતના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.

આ પણ વાંચો: Surat Rain Update: ગ્રામ્યમાં 19 જૂને 103 MM વરસાદ નોંધાયો

લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જગતના તાતમાં હરખની હેલી

ખેડૂતો(Farmers of Gujarat)ની માન્યતા છે કે, અષાઢી બીજના દિવસે વરસાદ વરસે એટલે ખેડૂતો માટે ચોમાસું સારું રહે છે. ત્યારે અષાઢી બીજના પાવન અવસર પર મેઘરાજાએ પણ મહુર્ત સાચવી લીધું હતું અને બપોર બાદ માંડવી, માંગરોળ, ઓલપાડ, કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં મેઘરાજા ભારે પવન સાથે વરસ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી અને લોકોને બફારથી રાહત મળી હતી.

ABOUT THE AUTHOR

...view details