સુરતછેલ્લા બે દિવસથી બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ Heavy Rain in Surat વરસી રહ્યો છે. ગત રોજ 24 કલાકમાં 5 ઇંચ વરસાદ બાદ મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન 6.60 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે બારડોલી, પલસાણા અને મહુવા તાલુકામાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે મીંઢોળા નદી Bardoli Mindhola River બે કાંઠે વહેતી થઈ હતી. બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરવખરી અને સામાન લઈને વહેલી સવારે સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.
જિલ્લામાં ધોધમાર વરસાદએક મહિના બાદ ફરી એક વખત મેઘરાજાએ સુરત જિલ્લામાં તોફાની બેટિંગ શરૂ કરી છે. બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 6.60 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પલસાણા તાલુકામાં 8.50 ઇંચ અને મહુવા તાલુકામાં 5 ઇંચ વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોરાજકોટમાં સતત ગતરાત્રીથી વરસાદ, ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો સુરક્ષિત સ્થાને પહોંચ્યાઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો Doswada Dam overflow થતાં વહેલી સવારથી જ મીંઢોળા નદીની સપાટી Water surface of Mindhola river વધવાની શરૂઆત થઈ હતી. જેના કારણે તલાવડી, રામજી મંદિર તેમજ કોર્ટની સામેની વસાહતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક ઝૂપડાઓ ડૂબી ગયા હતા. જોકે પાણી ભરાવવાની શરૂઆત થતાં જ લોકો પોતાની સામાન અને ઘરવખરી લઈ સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા હતા.
બારડોલીના 14 માર્ગ બંધ કરાયાબારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં Rural area of Bardoli Taluka પણ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. પાણી ફરી વળતાં સાતથી આઠ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. બારડોલી તાલુકાના મોતા ગામ નજીક બારડોલી મોતા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. પાણીમાં અનેક વાહનો બંધ થતાં ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
માટી ધસી પડવાથી, પાણી ભરાઈ જતાં લો લેવલ બ્રિજ બંધ કરાયોસતત વરસાદને કારણે બારડોલી તાલુકાના કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બારડોલીના રામજી મંદિરથી Ramji temple of Bardoli નેશનલ હાઇવેને જોડતા લો લેવલ બ્રિજ પાસે માટી ધસી પડવાથી તેમજ પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉતારા વધાવા કરચકા રોડ, વાંકાનેર પારડી વાલોડ રોડ Wankaner Pardi Valod Road, બાલદા જુનવાણી રોડ, જૂની કીકવાડ ગભેણી ફળીયા રોડ, સુરાલી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ અને સુરાલી કોટમુંડા રોડ સહિત 14 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોફરી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હારથી છવાયો અનેરો આનંદ
સોસાયટીઓમાં ભરાયા પાણીબારડોલીની અલગ અલગ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી તેમજ ખાડી ઓવરફ્લો થતાં પાણી ભરાય ગયા હતા. સ્થાનિકોને હાલાકી વેઠવી પડી છે. વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઇન નાખી હોવા છતાં સોસાયટીના રહીશોને કોઈ ફાયદો થયો ન હતો. જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રહીશોની મુશ્કેલી વધી ગઈ હતી. ખાસ કરીને ડી.એમ. નગર, એમ.એન.પાર્ક, શિવશક્તિ સોસાયટી અને વિઠ્ઠલવાડી વિસ્તારોમાં ખેતીવાડીમાં પાણી ફરી વળ્યા હતા.