સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમની કેસરી રંગની ટોપી રાજકારણમાં ટોપી પોલિટિક્સની (Hat politics in hat politics) શરૂઆત કરી દીધી છે. અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમની કેસરી રંગની ટોપી દેશભરના રાજકારણીઓ અને નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે, પણ જાણીને આશ્ચર્ય થશે કે તેમની આ ટોપી સુરતના વેપારીએ ડિઝાઇન કરી છે.
કેસરી રંગની ટોપી આકર્ષણનું કેન્દ્ર બની---વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં માઈક્રો પ્લાનિંગ માટે જાણીતા છે, તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેના આ પ્રવાસ દરમિયાન તેમને પહેરેલી કેસરી રંગની ટોપી આકર્ષણનું કેન્દ્ર બની છે, એટલું જ નહીં રાજકારણના પંડિતો આ ટોપીને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેસરી રંગની ટોપી પહેરે તો, ચોક્કસથી ગુજરાતના અને અન્ય રાજ્યોમાં થનાર ચૂંટણીમાં તેની ઉપયોગીતા વધી જતી હોય છે. આ ટોપી મતદાતાઓને મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરશે, પરંતુ હાલ જે રીતે આ ટોપીની ચર્ચાઓ ચાલી રહી છે તો તમને બતાવી દઈએ કે, આ ટોપી ખાસ ટેક્સટાઇલ સીટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ટોપી કોટન કાપડ માંથી તૈયાર---સુરતના સાડીના મોટા ઉદ્યોગપતિ(Big sari businessman from Surat) અને લક્ષ્મીપતિ મિલના માલિક સંજય સરાઉગીએ આ ખાસ કેસરી રંગની ટોપી ડિઝાઇન કરી છે, તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ C R પાટીલ ને મળ્યા હતા, વાતચીત દરમિયાન આ ખાસ ડિઝાઇનની ટોપી બનાવવાનો કોન્સેપ્ટ આવ્યો હતો. કેસરી રંગની ટોપી કોટન કાપડમાંથી તૈયાર કરવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ગરમીના સિઝનમાં થયો છે. રોડ શો દરમિયાન તેમને અવગડતા ન થાય એ માટે ખાસ કાળજી લેવામાં આવી.