ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુરતના એરથાણ ખાતે પીડિત હળપતિ સમાજનાં લોકોની લીધી મુલાકાત - Hardik Patel

થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ (Erthan) ગામે હળપતિ ફળિયામાં બે આવાસ ધરાશાયી થવાની ઘટના બની હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ (Acting President of the Congress) હાર્દિક પટેલે (Hardik Patel) રવિવારે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

Hardik Patel
Hardik Patel

By

Published : Aug 15, 2021, 5:30 PM IST

  • કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઓલપાડના એરથાણની મુલાકાતે
  • થોડા દિવસ પહેલા હળપતિ વાસમાં બે આવાસ ધરાશાયી થવાની ઘટનામાં પીડિત પરિવારને મળ્યા
  • આવાસ ધરાશાયી થયાની ઘટનામાં મોતને ભેટેલા 3 વર્ષની બાળકને આપી શ્રદ્ધાંજલિ

સુરત: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ (Acting President of the Congress) હાર્દિક પટેલે (Hardik Patel) રવિવારે ઓલપાડ તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે એરથાણ (Erthan) ગામે થોડા દિવસ પહેલા હળપતિ વાસમાં આવાસ ધરાશાયી થતા બેઘર બની ગયેલા હળપતિ સમાજના પરિવાર સાથે મુલાકાત લીધી હતી અને આવાસ ધરાશાયીની ઘટનામાં મોતને ભેટેલી બાળકીના પરિવાર સાંત્વના પાઠવી હતી. તેમજ હાર્દિક પટેલ દ્વારા પીડિત પરિવારોને બાંહેધરી આપવામાં આવી હતી કે, જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારી સરકાર બનશે તો તમને પાકા મકાન બનાવી આપીશું. જે બાદ તેઓએ મીડિયા સાથે વાતચિત કરતા સમયે સરકાર દ્વારા બનાવામાં આવતા આવસો પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

હાર્દિક પટેલે સુરતના એરથાણ ખાતે પીડિત હળપતિ સમાજનાં લોકોની લીધી મુલાકાત

આ પણ વાંચો: જાસૂસી કરવી ભાજપ માટે નવી વાત નથી, ખુલાસા કરવાની જગ્યાએ રાજીનામુ આપવુ જોઈએ : હાર્દિક પટેલ

આવાસ ધરાશાયીની ઘટનામાં 7 લોકોને ઇજા તેમજ 3 વર્ષની બાળકીનું થયુ હતું મોત

થોડા દિવસ પહેલા એરથાણ (Erthan) ગામે હળપતિ વાસમા બે ઘરોનો પરિવાર રાતે સૂતો હતો. તે દરમિયાન બે ઘર વચ્ચેની દીવાલ પડી જતા પતરા સહિતનો કાટમાળ નીચે પડી ગયો હતો. જેમાં બન્ને ઘરના ચાર-ચાર સભ્યો દબાઈ ગયા હતા. આજુબાજુ રહેતા રહીશોએ તાત્કાલિક તેમને બહાર કાઢ્યા હતા. જેમાં એક ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. જોકે તે ઘટનાના કલાકો વીત્યા બાદ જનપ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારી ત્યાં આવતા રહીશોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

હાર્દિક પટેલે સુરતના એરથાણ ખાતે પીડિત હળપતિ સમાજનાં લોકોની લીધી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details