ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે તો શું ખરેખર કોંગ્રેસ તૈયાર છે? હાર્દિક પટેલે આપ્યું મહત્વનું નિવેદન - Gujarat Assembly Election 2022

સુરતમાં કુંભાણી પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત (Snehmilan of Kumbhani family in Surat) રહ્યા હતા. અહીં કુંભાણી પરિવારના આગેવાનો સહિત જનમેદની ઉમટી હતી. ત્યારે અહીં કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ અંગે મહત્વનું નિવેદન (Hardik Patel on Congress) આપ્યું હતું.

રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે તો શું ખરેખર કોંગ્રેસ તૈયાર છે? હાર્દિક પટેલે આપ્યું મહત્વનું નિવેદન
રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે તો શું ખરેખર કોંગ્રેસ તૈયાર છે? હાર્દિક પટેલે આપ્યું મહત્વનું નિવેદન

By

Published : May 2, 2022, 9:21 AM IST

સુરત: શહેરમાં કુંભાણી પરિવારનો તૃતીય સ્નેહમિલન કાર્યક્ર્મ યોજાયો (Snehmilan of Kumbhani family in Surat) હતો, જેમાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને કુંભાણી પરિવારના આગેવાનો સહિત ભારે જનમેદની ઉમટી હતી. આ પ્રસંગે હાર્દિક પટેલે કૉંગ્રેસ (Hardik Patel on Congress) સહિત અનેક મુદ્દા પર નિવેદન આપ્યું હતું.

કુંભાણી પરિવારના સ્નેહમિલનમાં પહોંચ્યા હાર્દિક પટેલ

અનામતનો લાભ બધાએ લેવું જોઈએ -સુરતના ખોડલધામ ખાતે કુંભાણી પરિવારના તૃતીય સ્નેહમિલન કાર્યક્રમમાં (Snehmilan of Kumbhani family in Surat) હાર્દિક પટેલેલોકોને સંબોધતા કહ્યું હતું કે, જે 10 ટકા અનામત માટે અમે આંદોલન કર્યું હતું. તેનો લાભ બધાએ લેવો જોઈએ. સમાજને લાભ મળે તે માટે આંદોલન (Hardik Patel on Patidar Movement) કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલનું કરાયું સન્માન

કૉંગ્રેસ ખતમ થઈ જશેઃ હાર્દિક પટેલ -લોકતંત્રની અંદર કોઈ પણ પાર્ટી ગુજરાતી અન્ય રાજ્યની અંદર ચૂંટણી ગઠબંધનની વાતો (AAP BTP coalition) કરવાનો અધિકાર છે. આપણે સુંદર મજાનું બંધારણ આજ લોકો શીખવાડે છે. પ્રોફાઈલ છે. કોઈ પણ પાર્ટી આપે વાત કરે વાત રહી કૉંગ્રેસ સમાજવાદી પાર્ટી નથી અને કૉંગ્રેસ ખતમ નથી થઈ જવાની. જે સરદાર, પૂજ્ય ગાંધી બાપુ, લાલબહાદુર શાસ્ત્રીની પાર્ટી છે, જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે. આજે આપણા ગુજરાતમાં ડેમ, રસ્તાઓ, ગામડાઓ, નાનામોટા શહેરો કૉંગ્રેસ પાર્ટીના સમયમાં (Hardik Patel on Congress) બન્યું છે.

કુંભાણી પરિવારના આગેવાનો સહિત જનમેદની ઉમટી

આ પણ વાંચો-હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...

વહેલી ચૂંટણીને લઈને જ તૈયારીઓ ચાલી રહી તેની માટે કોંગ્રેસ પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું -હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાત સ્થાપના દિવસે 1960માં તે સમયથી આજ દિન સુધી ગુજરાતમાં તમામ પ્રકારની પાર્ટી રાજ કર્યું છે. મારું આ ગુજરાત તમારું આ ગુજરાત જે સર્વશ્રેષ્ઠ બન્યું છે. ગુજરાતના સૌ લોકોએ બનાવી છે અને 7.5 કરોડ ગુજરાતીઓએ બનાવ્યું છે.અને મને વિશ્વાસ છે કે, હવે ભાજપમાં કોઈ ન જોડાય. એમના જે પ્રશ્નો છે. તેને બેસીને તેનું નિરાકરણ લાવવામાં આવશે.

હાર્દિક પટેલ સાથે અલ્પેશ કથિરિયા પણ દેખાયા કાર્યક્રમમાં

આ પણ વાંચો-Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો

મારો હેતુ માત્ર ગુજરાત છે- હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મારો હેતુ માત્ર ગુજરાત છે. ગુજરાતના લોકો દુઃખી ન થાય. ગુજરાતના લોકો સમૃદ્ધ બને ગુજરાત શ્રેષ્ઠ બન્યું છે. તેનાથી વધુ સર્વશ્રેષ્ઠ બને. આ રાજ્યની અંદર કોઈ પણ મુખ્યપ્રધાન બને તેનો હેતુ ગુજરાત રાજ્યના લોકોની સેવા હોવો જોઈએ. વહેલી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને જ તૈયારીઓ ચાલી રહી તેની માટે કૉંગ્રેસ (Hardik Patel on Congress) પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. અમારા હાથમાં ત્રિરંગો છે અને તિરંગો લઈને ચોક્કસ નીકળ્યું ત્યારે દેશને તકલીફ થશે ત્યારે પાટીદાર યુવાનોને તિરંગો લઈને ઊભો રહેશે.

ABOUT THE AUTHOR

...view details