- 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ
- ડાંગની 2 મહિલા બની લોકો માટે પ્રેરણારૂપ
- બન્ને મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ
ડાંગઃ જિલ્લાની મોનાલીસા પટેલે સાધન સુવિધાઓના અભાવ અને સંદેશા વ્યવહારની મર્યાદાઓ હોવા છતાં માયાનગરી મુંબઈમાં પ્રવેશ કર્યો અને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી દુનિયાને પોતાની પ્રતિભા બતાવી દીધી છે. આ સાથે જ લોકોને પ્રેરણા આપી કે, જો ખૂદમાં પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી સફળ થતાં રોકી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, મોનાલીસા પટેલે 'સાવુલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ 'પિકસલ ફોરેસ્ટ ફિલ્મ સ્ટુડિઓ'ના બેનર હેઠળ બનેલી 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ"માં પણ અભિનયના ઓજસ પાથર્યાં છે.
સીને વિદ્યા વર્કશોપ દ્વારા મોનાલીસા પટેલ પોતાના વિસ્તારમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરાવે છે
વર્ષ 2006થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં કામ કરતી ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મ્સ અને વીડિયો આલબમ્સમાં પણ પોતાની અદાકારી દેખાડી છે. વિશેષ કરીને મોનાલીસા ડાંગી ડાન્સ, આસામનુ બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમાં પણ નિપુણતા ધરાવે છે. આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમાં રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ 'સીને વિદ્યા વર્કશોપ'ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે.
આ પણ વાંચોઃજલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી
જીવનમાં અભ્યાસ પ્રવાસનું ખૂબ મહત્વઃ મોનાલીસા પટેલ
પોતાના ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલીસા પટેલ દ્રઢપણે માને છે કે, જીવનમાં 'અભ્યાસ પ્રવાસ'નું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસ દરમિયાન જિંદગીની સાચી વાસ્તવિકતાઓ સાથે પનારો પડતાં કેટલા ઘણા લોકોને આપોઆપ આવડી જતું હોય છે. ગત સપ્તાહે જ અમદાવાદ ખાતે યોજાયેલા 'ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ' માં ભાગ લઈને આવેલી મોનાલીસા પટેલ મરાઠી ફિલ્મ 'નાદ પ્રેમાચા' સહિત આગામી ફિલ્મ 'શમા'માં કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરી રહી છે.