ગુજરાત

gujarat

ETV Bharat / city

Hanumanji Temple Building in Daang : ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિરો બાંધશે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા - શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કોષાધ્યક્ષ

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ માટે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ(Surat businessman Govind Dholakia) 11 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં હતાં. હવે તેઓ આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાં (Hanumanji Temple Building in Daang )311 હનુમાનજી મંદિરનું નિર્માણ (Commencement of Hanumanji Temple Construction )કરાવશે.

Hanumanji Temple Building in Daang : ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિરો બાંધશે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા
Hanumanji Temple Building in Daang : ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિરો બાંધશે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા

By

Published : Mar 19, 2022, 6:25 PM IST

Updated : Mar 21, 2022, 4:36 PM IST

સુરતઃ શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં 311 હનુમાનજી મંદિરો બાંધવાના (Hanumanji Temple Building in Daang )સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. તે અનુસંધાને 20 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર (નાની ઝાડદર)ખાતે 14 મંદિરોનો લોકાર્પણ સમારોહ શ્રી ગોવિંદદેવગીરી મહારાજ (કોષાધ્યક્ષ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ) ના (Shri Govinddevgiri Maharaj )અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.

હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોયાં બાદ પ્રેરણા મળી

હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી- સુરતના ઉદ્યોગપતિગોવિંદભાઈ ધોળકિયાએ (Surat businessman Govind Dholakia )જણાવ્યું હતું કે, એક વખત ડાંગના આદિવાસી બાળકોના શિક્ષણ કાર્ય માટે ત્યાંથી પસાર થતા હતાં. ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ અંગે હું સ્વામીજીને પૂછ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અહીં આવા દ્રશ્યો જોવા મળે છે. આ દૃશ્ય જોયા પછી ડાંગના 311 ગામમાં હનુમાનજીના મંદિરો (Hanumanji Temple Building in Daang )બાંધવા સંકલ્પ લીધાં.

ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામનો હનુમાન યજ્ઞ - તેઓએ સાથે જણાવ્યું હતું કે પ્રકૃતિની ગોદમાં પાંગરેલો ડાંગ જિલ્લો અને ડાંગવાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાંના એક છે. સમગ્ર ડાંગ જિલ્લામાં જંગલો ડુંગરા ખીણો અને સાથે સાથે ભવ્ય ધાર્મિક વારસો ધરાવતો પ્રદેશ છે. શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. રામભક્ત હનુમાનજી (Commencement of Hanumanji Temple Construction ) સમગ્ર ડાંગવાસીઓમાં સર્વમાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત છે ત્યારે ડાંગ જિલ્લામાં વસેલા સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામનો હનુમાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે આ મંદિરો નિર્માણ (Hanumanji Temple Building in Daang )પાછળનો હેતુ એ છે કે આ હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામની એકતા વધે ,વ્યસન મુક્તિ અને સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે.

આ પણ વાંચોઃ Rammandir માટે 11 કરોડના દાનદાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું liver transplant operation થયું

2018ની સાલમાં પ્રથમ તબક્કામાં 6 મંદિરોનું નિર્માણ- આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલ્ફર ટ્રસ્ટની સાથે 50 ટકા દાનમાં જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર નિર્માણ થયા પછી સંપૂર્ણ સંચાલન ગામ લોકોને સોંપવામાં આવે છે. 2018ની સાલમાં પ્રથમ તબક્કામાં 6 મંદિરો નિર્માણ થયાં તેનું લોકાર્પણ કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 2019ની સાલમાં 11 મંદિરો નિર્માણ થયા (Commencement of Hanumanji Temple Construction ) તેમનું લોકાર્પણ જામનગર આણંદાબાવા મંદિરના મહંત દેવપ્રસાદદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. 2019 ની સાલમાં ત્રીજા તબક્કામાં ચાર મંદિરોનું લોકાર્પણ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ચતુર્થ પ્રતિષ્ઠા મહોત્સવ ગોવિંદદેવગીરી મહારાજના (Shri Govinddevgiri Maharaj )હસ્તે (Shri Ram Janmabhoomi Tirthkshetra Trust Treasurer)તેમજ વિવિધસામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરીમાં (Hanumanji Temple Building in Daang )થયો હતો.

આ પણ વાંચોઃ સુબીર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતનો અભાવ
'

Last Updated : Mar 21, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details