સુરત : આજે અમે આપને હનુમાન દાદાની એક (Hanuman Jayanti 2022) વિશાલકાય પ્રતિમા અંગે જણાવવા જઇ રહ્યા છે, જે વિશ્વમાં માત્ર એક જ પ્રતિમા છે. જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. સુરતમાં કન્સ્ટ્રક્શનના વેપારી શીતલ ભાઈના ઘરે આશરે 350 કિલો અને સાડા છ ફૂટની હનુમાનદાદાની પ્રતિમા છે. આ પ્રતિમામાં 160 કિલો ચાંદી અને ગોલ્ડ પ્લેટેડ છે. તેની ખાસિયત એ છે કે તેને કોઈ મંદિરમાં નહીં પરંતુ ઘરમાં સ્થાપિત કરવામાં આવી છે.
સુરતમાં વિશ્વની અનોખી હનુમાનજીની પ્રતિમા હનુમાનજીની મૂર્તિમાં શિવનું સ્વરૂપ -આ કન્સ્ટ્રકશનના વેપારીના ઘરે હનુમાન દાદાની એક અદ્ભુત પ્રતિમા જે વિશ્વના કોઈપણ ખૂણામાં જોવા મળી શકે નહીં. હનુમાન ભક્તો જ્યારે આ પ્રતિમા વિશે સાંભળશે તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. આમ તો હનુમાન દાદાને ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ (Hanuman Jayanti in Surat) કહેવામાં આવે છે. અને તેમના આ રુદ્ર સ્વરૂપની પ્રતિકૃતિ શીતલ ભાઈના ઘરે હનુમાન દાદાની વિશાલ પ્રતિમા થકી જોઈ શકાય છે.
આ પણ વાંચો:હનુમાન જયંતિએ જોઇ શકાશે ‘સુપર મુન’, વાંચો આ વિશેષ અહેવાલ...
પ્રતિમામાં ઉદયપુરના કારીગરોની કળા - સુરતમાં કન્સ્ટ્રકશન વ્યવસાય કરતા શીતલભાઈ હનુમાન દાદાના પરમ ભક્ત છે. પોતાની ભક્તિ અને શ્રદ્ધા મુજબ તેઓએ વિચાર કર્યો કે હનુમાન દાદાની એક ભવ્ય (Happy Hanuman Jayanti) મૂર્તિ તેઓ બનાવે મૂર્તિ કેવી હશે તે અંગે ખૂબ જ મથામણ પણ કરવામાં આવી હતી. ઇન્ટરનેટથી લઈ દેશ-વિદેશમાં સ્થાપિત હનુમાનદાદાની મૂર્તિઓની સમીક્ષા પણ કરાવી, પરંતુ અચાનક instaon પર હનુમાન દાદાના રુદ્ર સ્વરૂપની તસવીર તેમને ખૂબ જ ગમી અને છ મહિનાની મથામણ બાદ આખરે આ મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઉદયપુરના કારીગરો દ્વારા આ પ્રતિમા તૈયાર કરાઈ છે.
મનોકામના આસ્થા સાથે પૂર્ણ -આ મૂર્તિ જોઈ ભક્તોની આંખો ખુલીને ખુલી રહી જશે. જ્યારે હનુમાન દાદાની આ પ્રતિમા ભક્તો જુએ છે ત્યારે ઊર્જા અને સકારાત્મક ભાવની અનુભૂતિ તેમને હોય છે. રાજસ્થાનના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રતિમાની ખાસિયત એ છે કે આ સાડા છ ફૂટ ઊંચી અને વિડવુડથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા જોઈ હનુમાન ભક્તોમાં ભક્તિનો સંચાર થવા માંડે છે. શીતલભાઈના પુત્ર પ્રેમ લોહાણેએ જણાવ્યું કે, તેમના ઘરે કોઈપણ હનુમાન ભક્ત આવીને (Celebration of Hanuman Jayanti in Surat) હનુમાન દાદાની આ પ્રતિમાના દર્શન કરે છે એટલું જ નહી જે પણ ભક્તો હનુમાન દાદાની આ પ્રતિમા પાસે માનતા માને છે તે પૂર્ણ પણ થઈ જાય છે.
આ પણ વાંચો :Hanuman Jayanti 2022: આ વર્ષે ઉદયતિથિમાં ઉજવવામાં આવશે હનુમાન જયંતિ, જાણો શું છે શુભ મુહૂર્ત
લાગણી પ્રેમ અને ભક્તિ -હનુમાન ભક્તો માટે આજનો દિવસ (Planning of Hanuman Jayanti in Surat) ખૂબ જ મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનો છે. ત્યારે સુરતમાં રહેતા શીતલભાઈની હનુમાન દાદા પ્રત્યે લાગણી, પ્રેમ અને ભક્તિએ વિશ્વની એક એવા હનુમાન દાદાની (Statue of Hanumanji in Surat) પ્રતિમા બનાવી દીધી છે. જે ક્યાંય પણ જોવા મળતી નથી.