- જિમ બંધ કરવાનો મનપાનો આદેશ
- જિમ સંચાલકો અને ટ્રેનરો રોષે ભરાયા
- જિમ સંચાલકો અને ટ્રેનરોએ મનપા કચેરી બહાર કર્યો વિરોધ
સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસો દોઢ હજારથી પણ વધુ નોંધાયા છે. જેને લઇને મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપા દ્વારા સિટી બસ સેવા, થિયેટરો, બાગ બગીચાઓ અને જિમ બંધ કરવાની સૂચના આપી દીધી છે. જેને લઇને જિમ સંચાલકો રોષે ભરાયા છે. મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં જિમ સંચાલકો અને ટ્રેનરો એકઠા થયા હતા અને મનપા કચેરી બહાર જિમના સાધનો વડે કસરત કરી વિરોધ નોંધાવ્યો હતો. જિમ સંચાલકોનું કહેવું છે કે જિમમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યા હોય તેવું હજુ સુધી બન્યું નથી. તેમજ જિમમાં તમામ પ્રકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ટ્રેનરોને ઘર ચલાવવામાં અને સંચાલકોને જિમના ભાડા ભરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના જીમ સંચાલકોની ફરીથી જિમ અને જિમ્નેશિયમ ચાલુ કરવા સરકાર સમક્ષ માગ
મનપા કચેરી બહાર જ કસરત કરીને વિરોધ નોંધાવ્યો