ગુજરાત

gujarat

ETV Bharat / city

મુસ્લિમ બિરાદરે બનાવ્યો ભગવાન સ્વામિનારાયણનો આ અદ્દભૂત મુકુટ - Artisans making jewelery in Surat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના માથે સજેલો દુર્લભ મુકુટ સુરતના(Diamond Market of Surat) એક મુસલમાન બિરાદરના હાથે તૈયાર થયો છે. આ કિસ્સો દર્શાવે છે કે કળાને નાતજાતના વાડામાં બાંધી શકાતી નથી

Gyasuddin Make Crown of Swaminarayan
Gyasuddin Make Crown of Swaminarayan

By

Published : Jan 25, 2022, 12:54 PM IST

Updated : Jan 29, 2022, 7:06 PM IST

સુરત:ડાયમન્ડ સીટી સુરતની ચમક (Diamond Market of Surat) વિશ્વને આકર્ષિત કરે છે ત્યારે અહીંયા એવા કેટલાય કારીગરો છે જેમણે નામ માત્રનો અભ્યાસ કર્યો છે પણ તેમના હાથની કલા અદ્વિતીય છે અને એવા જ એક કારીગર છે ગ્યાસુદ્દીન કે જેમણે ભગવાન સ્વામિનારાયણનો 2 કરોડ રૂપિયાનો મુકુટ બનાવ્યો. છે.

ધોરણ 8થી પણ ઓછુ ભણેલા ગ્યાસુદ્દીને બનાવ્યો 2 કરોડનો સ્વામિ નારાયણનો મુગટ

2 કરોડ રૂપિયાનો ભગવાન સ્વામી નારાયણનો મુગટ બનાવ્યો મુસ્લિમ બિરાદરે

ગુજરાતના વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણ જે હીરાજડિત મુગટ ધારણ કર્યા છે તેની કિંમત બે કરોડ રૂપિયા છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ મુગટ તૈયાર કરનારા વ્યક્તિનું નામ ગ્યાસુદ્દીન. જે પશ્ચિમ બંગાળમાં ખેત મજૂરી કરતા હતા અને માત્ર ધોરણ 8 પાસ છે. પશ્ચિમ બંગાળના ગ્યાસુદ્દીન (Gyasuddin Make Crown of Swaminarayan) 16 વર્ષ પહેલા સુરત આવ્યા હતા. જો તેઓ પશ્ચિમ બંગાળથી સુરત ન આવ્યા હોત તો તો તેઓ પોતાની આ કળા બતાવી શક્યા ન હોત. એટલું જ નહીં તેમની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થયો ન હોત. ગ્યાસુદ્દીને ETV BHARATને જણાવ્યું હતું કે, "પરિવારમાં માતા- પિતા, ભાઈ, પત્ની અને બાળકો છે. જે તમામ પણ પશ્ચિમ બંગાળમાં રહે છે. તેમને ખૂબ જ આનંદ છે કે કરોડો રૂપિયાની જવેલરી બનાવે છે અને લોકો તે પસંદ આવે છે. સુરત આવ્યા પહેલા તેમના ઘરની પરિસ્થિતિ સારી ન હતી. ભણતરની સાથો સાથ તેઓ ખેત મજૂરી કરતા હતા."

અમેરિકન મહિલાઓ માટે પણ ક્રાઉન બનાવી ચુક્યાછે ગ્યાસુદ્દીન

ગ્યાસુદ્દીનની કળા માત્ર ગુજરાતમાં જ પ્રખ્યાત બની છે તેવું નથી. તેઓએ વિદેશી મહિલાઓ માટે ક્રાઉન એટલે કે મુગટ બનાવ્યા છે. અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી જ્વેલરી બોલિવૂડના હીરો હિરોઇન પણ પહેરી રહ્યાં છે.

આ પણ વાંચો: સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સ્પાર્કલ– 21’નું આયોજન કરાશે

ઘણા રત્નકલાકારોની છે આ સ્થિતિ

સુરતમાં ઘરેણાં બનાવતા ગ્યાસુદ્દીન એક માત્ર રત્નકાર નથી કે જેમની આ સ્થિતિ છે. ઘણાં કારીગર છે કે જેઓ ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારથી આવે છે. ધોરણ 10થી પણ ઓછું ભણેલા કારીગર આજે વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી (Artisans making jewelery in Surat) બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો

Last Updated : Jan 29, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details