- પોલીસ કમિશનરે આવતાની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગનો સફાયો બોલાવવાનું શરૂ કર્યું
- સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર
- પોલીસે સજ્જુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
સુરત: શહેર પોલીસ કમિશનર દ્રારા શહેરમાં વધુ એક ગેંગનો સફાયો બોલાવવા માટે સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી તેના ભાઈ સહિત પાંચની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરે આવતાની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગનો સફાયો બોલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં આતંક મચાવી રહેલી તમામ ગેંગની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમની સામે એક પછી એક ગુજસીટોકનું હથિયાર ઉગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગુરુવારે પોલીસ કમિશનરે શહેરમાં ઘણા સમયથી આતંક મચાવનારી સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તેના ભાઈ સહીત 5 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. સજ્જુ કોઠારી હાલ ફરાર છે. પોલીસે સજ્જુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ પર હૂમલા સહિતના અનેક ગુના દાખલ
નાનપુરા જમરૂખગલીમાં રેહતો સજ્જુ કોઠારી સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયા છે. જુગારની ક્લબ ચલાવવી કે પછી ફાયનાન્સના ધંધામાં જેની પાસે રૂપિયા લેવાના હોય તેનું અપહરણ અને પોલીસ પર હુમલો કરવાના પણ અનેક ગુના સજ્જુ કોઠારીની સામે નોંધાયા છે. જમીન બાબતે અગાઉ તેની સામે ઉમરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.