સુરતમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાયું જેવું વાતાવરણ (Gujarat Weather Report) સર્જાયું હતું. જેને કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરીને ચલાવવાની ફરજ પડી હતી.
સુરત:સુરતમાં ધીરે-ધીરે ઠંડીનો (Cold Temperature in Gujarat) ચમકારો ઓછો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં વહેલી સવારથી ડુમ્મસનું વાતાવરણ (Gujarat Weather Report) જોવા મળ્યું હતું. વહેલી સવારે ધુમ્મસના કારણે વાહન ચાલકોએ વાહનની ફેસ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
સુરત શહેરના ખાસ કરીને અઠવા, ઉમરા, પિપલોદ, મગદલ્લા, ડુમસ સુધી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હતી. જેને કારણે વાહનચાલકોને રસ્તા ઉપરથી પસાર થતી વખતે ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 40 મીટર સુધી વિઝિબિલિટીથી વાહન વ્યવહારને અસર થઈ હતી. એ જ રીતે વાત ઠંડીની (Cold Temperature in Gujarat) વાત કરવામાં આવે તો ઠંડીનો ચમકારો શહેરમાં ઓછો થઈ રહ્યો છે, તો બીજી બાજુ વહેલી સવારથી જ ડુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે સાથે સાથે સવારના 9:30 વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતવરણ જોવા મળ્યું હતું. જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ વેઠવી પડી હતી. તેમજ રાજ્યમાં ઠંડા પવનો પણ અનુભવાયા હતા. રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી ઉપર નોંધાયો છે.સૌથી ઓછું તાપમાન જૂનાગઢ ખાતે 12.0 નોંધાયું છે.તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.