ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો

ગુજરાતની રણજી ક્રિકેટ ટીમ (Gujarat Ranji Team 2022)માં સુરતના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સુરતના ભાર્ગવ મેરાઈ, મેહુલ પટેલ અને પાર્થ વાઘાણીની ગુજરાતની રણજી ટીમ (Cricketers From Surat In Gujarat Team)માં પસંદગી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની રણજી ટીમની કમાન સુરતના ભાર્ગવ મેરાઇને સોંપવામાં આવી છે.

Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો
Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો

By

Published : Jan 3, 2022, 4:20 PM IST

સુરત: SDCAના 3 ખેલાડીઓ (Surat District Cricket Association Players)ની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ (Gujarat Ranji Team 2022)માં પસંદગી કરવામાં આવી છે. સુરતના જ એક ખેલાડી ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપ્ટન (Gujarat ranji team captain bhargav merai) તરીકે વરણી કરવામાં આવી છે. 21 વર્ષ બાદ સુરતના ખેલાડીની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. BCCI દ્વારા આગામી 13 જાન્યુઆરીથી મુંબઈમાં રણજી ટ્રોફી (ranji trophy 2022)નું આયોજન કરવામાં આવ્યું છે.

ભાર્ગવ મેરાઇ ગુજરાત માટે 36 રણજી ટ્રોફી મેચ રમ્યો છે

ગુજરાતની ટીમમાં સુરતના SDCAના 3 ખેલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી (sdca players in gujarat ranji team) ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. આ ટીમના કેપ્ટન તરીકે સુરતના જ ભાર્ગવ મેરાઈની પસંદગી કરવામાં આવી છે. ભાર્ગવ મેરાઈ ગુજરાત માટે 36 જેટલી રણજી ટ્રોફી, 41 વનડે મેચ, 6 ટી-20 રમી ચુક્યો છે. આ પહેલા 2020માં દેવધર ટ્રોફીમાં તેની ઇન્ડિયા-A ટીમમાં પસંદગી થઇ ચૂકી છે. આ ઉપરાંત BCCIદ્વારા આયોજિત જુદી જુદી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં 7 વખત વિજેતા ટીમનો ભાગ બન્યો છે.

પેસ બોલર તરીકે મેહલુ પટેલ અને પાર્થ વાઘાણીની પસંદગી

સુરતના ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

2010માં કુચ બિહાર ટ્રોફીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી BCCI દ્વારા 'બેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર'થી (Bhargav Merai Best Cricketer Of The Year) સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. અન્ય 2 ખેલાડીઓ જેમાં મેહુલ પટેલ પેસ બોલર છે, ડે અત્યાર સુધીમાં 18 રણજી ટ્રોફી, 16 વનડે અને 16 ટી-20 મેચ રમી ચુક્યો છે. ત્રીજો ખેલાડી પાર્થ વાઘાણી છે, જે પણ પેસ બોલર છે. તે બીજી વખત રણજી ટ્રોફી રમી રહ્યો છે.

આ પણ વાંચો:Attack On The Municipal Team Surat: દબાણો દૂર કરવા ગયેલી દબાણખાતાની ટીમ પર હુમલો, એક કર્મચારી ઘાયલ

ત્રણેય ખેલાડીઓને અભિનંદન

21 વર્ષ બાદ સુરતના ખિલાડીની (Cricketers From Surat In Gujarat Team) કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. સુરતના ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ પહેલા સુરતના અંબુભાઈ પટેલ, ધનસુખ પટેલ અને નિસર્ગ પટેલ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમના કેપ્ટન બની ચુક્યા છે. તમામ ખેલાડીઓને SDCAના તથા લાલબાઈ કોન્દ્રાક્ટર સ્ટેડિયમના તમામ સભ્યો વતી અભિનંદન પાઠવામાં આવ્યા છે. આ 3 ખિલાડીઓ SDCAના કોચ પ્રતીક પટેલ અને વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ લઇ રહ્યા છે.

આ પણ વાંચો:Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ

ABOUT THE AUTHOR

...view details