ગુજરાત

gujarat

ETV Bharat / city

પંજાબની જેલમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત પોલીસે તોડ્યું: હર્ષ સંઘવી - જાબની જેલમાં ડ્રગ્સનો વેપાર

પંજાબના જેલમાંથી એક નાઇઝારીયાન નાગરિક અને જૈલના અન્ય કેદીઓ સાથે મળીને કેટલાક પાકિસ્તાનનો સાથે મળીને દેશમાં મોટા પાયે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી હતી. એ કોશિશને ગુજરાત પોલીસ (Gujarat Police) અને ગુજરાત કોસ્ટગાર્ડની ટીમે (Gujarat Coast Guard Team ) નાકામ કરી નાખી છે. પંજાબના જેલમાં ચાલતું આ નેટવર્ક ખૂબ જ ગંભીર બાબત છે.

પંજાબની જેલમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત પોલીસે તોડ્યું: હર્ષ સંઘવી
પંજાબની જેલમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત પોલીસે તોડ્યું: હર્ષ સંઘવી

By

Published : Sep 14, 2022, 9:03 PM IST

સુરત ગુજરાત પોલીસ ગુજરાત કોસ્ટગાર્ડની ટીમ (Gujarat Coast Guard Team) જોડે મળીને ભારત પાકિસ્તાનના બોર્ડર પરથી ફરી એક વખત ખૂબ જ સાહસિક કામ કર્યું છે. પંજાબના જેલમાંથી એક નાઇઝારીયાન નાગરિક (Nizarian national from a Punjab jail) અને જેલના અન્ય કેદીઓ સાથે મળીને કેટલાંક પાકિસ્તાનો સાથે મળીને દેશમાં મોટા પાયે ડ્રગ્સઘુસાડવાની કોશિશ કરી હતી. એ કોશિશને ગુજરાત પોલીસ અને ગુજરાત કોસ્ટગાર્ડની ટીમએ નાકામ કરી નાખી છે. 200 કરોડનું ડ્રગ્સ ફરી એક વખત ગુજરાત પોલીસે પકડીને પંજાબ જતું અટકાવીને પંજાબમાં ચાલતું આ નેટવર્કને તોડી નાખ્યું છે.

ડ્રગ્સ જેવા વિષય ઉપર ગુજરાત પોલીસ અદભુત કાર્ય કરી રહ્યું છે ત્યારે રાજનીતિક કરવાને બદલે આ લડાઈમાં સાથે મળી ને આ દૂસણ ને દૂર કરવું જોઈએ.

પંજાબના યુવાનોનું જીવન બરબાદ કરતું અટકાવ્યું આવનારા દિવસોમાં આ જ પ્રકારે અમારી ડ્રગ્સ સામેની લડાઈ ચાલુ રહેશે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પંજાબના હજારો યુવાનોનું જીવન બરબાદ કરતું અટકાવ્યું છે. ગુજરાત પોલીસ ATSની ટીમ આ ઓપરેશન (Gujarat Police ATS team Drug operation) પર જનાર ટીમને આજે અભિનંદન આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારે અમારી લડાઈ ડ્રગ્સ સામે ચાલુ રહેશે. પંજાબની જેલમાં બેસાડીને આ પ્રકારના વેપાર (Drug trade Punjab Jail) ચલાવવા દેશના અલગ અલગ રાજ્યોમાં એ જેલમાંથી ચાલતું નેટવર્ક અને એ જેલમાંથી પાકિસ્તાનીઓ જોડે મળીને જે પ્રકારે ડ્રગ્સ મંગાવામાં આવે છે એ નેટવર્ક તોડવા માટે ગુજરાત પોલીસે અને કે પ્રયત્ન કરિયા છે. અમને સૌ લોકો આના સાક્ષી છીએ.

આરોપીના ઘર પર બુલડોઝરવધુમાં જણાવ્યું કે, ડ્રગ્સ જેવા વિષય પર ગુજરાત પોલીસ અદભુત કાર્ય કરી રહ્યું છે, ત્યારે રાજનૈતિક કરવાને બદલે આ લડાઈમાં સાથે મળીને આ દૂષણને દૂર કરવું જોઈએ. એ જ દેશના હિત માટે ફાયદાકારક છે. વડોદરામાં ડ્રગ્સ જોડે સંકળાયેલા આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ડ્રગ્સ જોડે સંકળાયેલા તમામ લોકો માટે આ સંકેત છે.

ABOUT THE AUTHOR

...view details