સુરતરાજ્યમાં આ મહિને 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાત પહેલી વખત આ ગેમ્સની યજમાની કરવા (national games 2022 gujarat) જઈ રહ્યું છે. આ માટે રાજ્ય સંપૂર્ણપણે તૈયાર પણ છે. ત્યારે હવે 4 સપ્ટેમ્બરે અમદાવાદમાં કટન લેઝર કાર્યક્રમ યોજાશે. સુરતમાં ગણેશોત્સવમાં ઉપસ્થિત રહેવા આવેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Gujarat Home Minister Harsh Sanghavi) આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કેન્દ્રિય પ્રધાનો રહેશે ઉપસ્થિત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Gujarat Home Minister Harsh Sanghavi) જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah news latest), કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગસિંહ ઠાકુર (anurag thakur latest news) પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ખેલમહાકુંભનું ઈનામ વિતરણ પણ અહીંથી જ કરવામાં આવશે. આ 36મી નેશનલ ગેમ્સ (national games 2022 gujarat) રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર જેવા મોટા શહેરોમાં કરાશે.
આ પણ વાંચોગોલ્ડન બોય સુરતના હરમીતનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત, પરીવારની આંખોમાં હર્ષ છલકાયો