સુરતઃ ભાજપના સ્થાપના દિવસે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ (Surat Congress)વધુ તૂટી છે.વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022 )નજીક આવતાં ભાજપની ગતિવિધિ તેજ બની છે. સાબરકાંઠાની જેમ સુરત જિલ્લામાં પણ ભાજપે (Surat BJP )આજે મોટો ખેલ પાડ્યો હતો. કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નાનસિંહ વસાવાએ (Former Congress General Secretary Nansingh Vasava)પૂર્વપ્રધાન ગણપત વસાવા હસ્તે (Former Minister Ganpat Vasava) કેસરીયા ધારણ કરી લીધાં હતાં.
કોંગ્રેસના બાહુબલી નેતા ગણતાં નાનસિંહ વસાવા - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી સંગઠન વધુ મજબૂત બનવાની કવાયત હાથ ધરાઈ છે. કોંગ્રેસમાંથી નેતાઓને તોડી ભાજપ સાથે જોડી રહી છે. ત્યારે ભાજપની આ તોડજોડ નીતિથી કોંગ્રેસ સતત તૂટી રહી છે અને સંગઠન દિવસેને દિવસે નબળું થઈ રહ્યું છે. વધુ એકવાર પ્રદેશ કોંગ્રેસ તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર આવ્યા હતાં. કોંગ્રેસ સંગઠનના પ્રદેશના પૂર્વ મહામંત્રી તેમજ સુરત જિલ્લાના એક સમયના કોંગ્રેસના બાહુબલી નેતા નાનસિંહ વસાવા સરકારના પૂર્વપ્રધાન અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે ભાજપના રંગે રંગાયા હતાં. ત્યારે નાનસિંહ વસાવા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ માંટે ચિંતાનો વિષય બન્યો છે.