- વિધાનસભા ચૂંટણી -2022ને લઈને તૈયારીઓ શરૂ
- સુરત આમ આદમી પાર્ટીએ કર્યો મોટો દાવો
- રાજ્યની રાજનીતિની હલચલ
સુરત : વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election-2022) યોજાઈ શકે છે. જેને લઈને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ (Congress) સહિત હવે આમ આદમી પાર્ટી (Aam Admi Party) પણ તડામાર તૈયારીઓ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal) અમદાવાદની મુલાકાત પણ લઈ લીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી એ દાવો કર્યો છે કે , સુરત મહાનગરપાલિકા(Surat Municipal elections) ની ચૂંટણીના પરિણામ બાદથી અત્યાર સુધીમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના એક હજારથી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.
છેલ્લા 8 થી 10 દિવસમાં 400થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા
યોગેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ લોકોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નારાજગી છે. અત્યાર સુધીમાં ભાજપ સામે કોઈ સક્ષમ પક્ષ ન હતો. જેના કારણે સામાન્ય રીતે લોકોનો ભારતીય જનતા પાર્ટી તરફથી ઝુકાવ વધારે હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે ગઈ તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટાઈને આવ્યા છે અને તેમની કાર્યપદ્ધતિ જોઈને લોકો આકર્ષિત થયા છે . ચૂંટાઈને આવેલા લોકોની ઈમાનદારી, નિષ્ઠાને જોઈ અને પ્રેરાઈને માત્ર સુરતમાં જ ભાજપના 1000 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એટલું જ નહીં છેલ્લા 8 થી 10 દિવસમાં 400થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. પર્વત પાટિયા, પુણાગામ,અઠવાલાઇન્સ, વેસુ જેવા વિસ્તારથી પણ કાર્યકર્તાઓ જોડાયા છે.
આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડીની સફાઇને લઇ અનોખો વિરોધ