સુરતગણેશોત્સવ નિમિત્તે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ (aam aadmi party gujarat news) મહામંત્રી મનોજ સોરઠિયા (AAP Leader Manoj sorathiya attacked) શહેરના સીમાડા નાકા વિસ્તાર પહોંચ્યા હતા. અહીં તેઓ ગણેશ ઉત્સવ સંદર્ભેની માહિતી લેવા કાર્યકર રજનીભાઈ સાથે પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકો અહીં ઘસી આવ્યા હતા અને તેમની પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ AAP નેતા મનોજ સોરઠિયાને માથા ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આ હુમલો ભાજપના લોકોએ (bharatiya janata party gujarat news) કર્યો હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોસુરત ભાજપ કાર્યકરો આપમાં જોડાયા કોંગ્રેસ સહિતના કુલ આટલા બધા કાર્યકર્તાઓએ કૂદકો માર્યો
રાજકીય વાતાવરણ ગરમાયુંઆમ આદમી પાર્ટીના (aam aadmi party gujarat news) પ્રદેશ મનોજ પાર્ટીના મહામંત્રી સરોઠિયા પર સુરતમાં હુમલો (AAP Leader Manoj sorathiya attacked) થતા રાજકીય વાતાવરણ ગરમાયું (gujarat aap attacked bjp) છે. માથા ભાગે લોખંડનો પાઈપ મરાતા મનોજ સોરઠિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ હુમલાને દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ વખોડ્યો (arvind kejriwal twitter news) છે.
આ પણ વાંચોવલસાડમાં વેપારીઓના સંવાદ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો
ભાજપ પર આક્ષેપ બીજી તરફ આ હુમલો ભાજપ (bharatiya janata party gujarat news ) દ્વારા જ કરવામાં આવ્યો હોવાનો આપનો આક્ષેપ છે. મનોજ સોરઠીયા (AAP Leader Manoj sorathiya attacked) પર થયેલ હુમલાબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને (arvind kejriwal twitter news) આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ચૂંટણી પછી નાની યાદ કરાવી દેવાની પણ ચિમકીગંભીર ઈજા પહોંચતા AAPના નેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલા સંદર્ભે આપના કાર્યકરો રજનીભાઈનું કહેવું છે કે, આ હુમલો દિનેશ દેસાઈ કે જે ભાજપના કાર્યકર્તા અને તેમના મળતિયાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આપના પ્રદેશ નેતા પર હુમલો થતા વાતાવરણ તંગ ન બને તે માટે કાપોદ્રા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સઘન (police security arrangements in gujarat) બનાવવામાં આવ્યું છે.
ગૃહપ્રધાનનું માગ્યું રાજીનામું તો આ હુમલાને AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, નેતા ઈસુદાન ગઢવી તથા દિલ્હીના મુખ્યપ્રધાન નેતા અરવિંદ કેજરીવાલે પણ વખોડી કાઢ્યો છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપની લોકપ્રિયતા વધતા ભાજપના અસસામાજિક તત્વો હુમલો કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાએ તો ચૂંટણી પછી નાની યાદ કરાવી દેવાની પણ ચિમકી આપી હતી. તેમની જવાબદારી વિપક્ષની સુરક્ષા કરવાની છે. ગૃહ રાજ્યપ્રધાન શહેરમાં જ આપના પ્રદેશના નેતા પર જીવલેણ હુમલો થયો છે ત્યારે ગૃહ પ્રધાન રાજીનામું આપી દેવું જોઈએ.