ગુજરાત

gujarat

ETV Bharat / city

GST Protest in Surat Traders 2021 : જીએસટીના ભારને લઇને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન - સુરત કાપડ ઉદ્યોગમાં નારાજગી

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓએ (GST Protest in Surat Traders 2021 ) 5 ટકાથી લઈને 12 ટકા જીએસટી વધારાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત (Memorandum to Surat Collector) કરી હતી. તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો (AAP Surat) સાથે મળીને કચેરીએ ગયાં હતાં.

GST Protest in Surat Traders 2021 : જીએસટીના ભારને લઇને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન
GST Protest in Surat Traders 2021 : જીએસટીના ભારને લઇને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન

By

Published : Dec 27, 2021, 5:12 PM IST

સુરતઃ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આજ રોજ કલેકટરને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ 5 ટકાથી લઈને 12 ટકા જીએસટી વધારવાને લઇને સૂત્રોચાર કરી (GST Protest in Surat Traders 2021 ) કલેક્ટરને રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ સહન કરવાનો વારો આવશે. આ ટેક્સટાઇલ ઉદ્યોગથી અનેક રોજગારી પેદા થાય છે ત્યારે આ જીએસટીની વધારાની સીધી અસર ગ્રાહકો ઉપર પડશે. જેને કારણે સામાન્ય વર્ગ માટે કાપડ ખૂબ જ મોંઘું મળશે. જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદીનો (Dissatisfaction in Surat textile industry ) માહોલ જોવા મળી શકે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મંજુરવર્ગને પણ અસર (Memorandum to Surat Collector) થશે.

વેપારીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને આવેદન આપવા ગયા હતાં

આ પણ વાંચોઃ સુરતના વેપારીઓએ 12 ટકા GSTના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો, વધારેલા દર પાછો ખેંચવા લખી રહ્યા છે પોસ્ટકાર્ડ

જીએસટીમાં 5 ટકાથી લઈને 12 ટકા વધારો (GST Protest in Surat Traders 2021 ) કરવામાં આવ્યો છે તે બાબતે કલેકટરને આવેદનપત્ર (Memorandum to Surat Collector) આપવા આવેલા વેપારીએ જણાવ્યુંં હતું કે ' આ ઉદ્યોગને નુકસાન કરી શકે તેવો નિર્ણય છે. જીએસટીના કારણે મોંઘવારીમાં 20 ટકા જેટલો વધારો થઈ જશે. કાપડ એ દરેકની જરૂરિયાત માટેનું વસ્તુ છે. ટેક્સટાઇલ એ ઉધારનો વેપાર છે. જેમાં છ મહિના સુધીનો ઉધાર માલ આપવામાં આવે છે. પૈસા અટકી જાય તો એની માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી કે પૈસાને વસુલ કરી શકીયે. કાં તો પછી વેપારીઓને એક ડિગલ શેર આપવામાં આવે જેથી તેમનો વેપાર ચાલતો થાય. સુરતમાં 50 ટકા જેટલો વેપાર રહી ગયો છે. આ દેશ માટે નુકશાનકારક (Dissatisfaction in Surat textile industry ) હશે. આ પહેલા અમે રજૂઆત કરી હતી તેનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નહીં. 28 ડિસેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલિંગ મામલે મિટિંગ છે. તો અમને લાગી રહ્યું છે કે અમારી રજૂઆતથી કોઈ ફર્ક પડે તો સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ 12 ટકાથી 5 ટકા ટકા સુધી કરે તેની ઉપર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચોઃ કાપડ પર 12 ટકા GSTનો વિરોધ: જેતપુર મામલતદારને આપ્યું આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details