ગુજરાત

gujarat

ETV Bharat / city

પરિશ્રમ વગર પારસમણી ન મળે : ધોરણ 12 સાયન્સના પરિણામે સુરતની "સૂરત" બદલી - Std 12 Science Result Declared 2022

સુરતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં (GSEB HSC Result 2022) ખુશીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે ફરી સુરતે સમગ્ર રાજ્યમાં પોતાનો (Highest Result of Surat) અલગ મિજાજ બતાવ્યો છે. જૂઓ આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓની (Surat Std 12 Science Result) મહેનત કેટલી સફળ રહી છે...

પરિશ્રમ વગર પારસમણી ન મળે : ધો. 12ના સાયન્સના પરિણામે સુરતની "સૂરત" બદલી
પરિશ્રમ વગર પારસમણી ન મળે : ધો. 12ના સાયન્સના પરિણામે સુરતની "સૂરત" બદલી

By

Published : May 12, 2022, 4:40 PM IST

સુરત : રાજ્યમાં આજે ધોરણ -12 સાયન્સ પરિણામ જાહેર (Std 12 Science Result Declared) કરવામાં આવ્યું છે. જેથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ શાળાએ આવી પહોંચ્યા હતા. પરિણામથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં સુરતનું (GSEB HSC Result) 2022 પરિણામ 81.57 ટકા રહ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1 (Highest Result of Surat) વિદ્યાર્થીઓ સુરતના જ છે.

સુરતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

રાજ્યમાં A1 ધરાવા વિદ્યાર્થીઓ - રાજ્યમાં 196 A1 વિદ્યાર્થીઓમાંથી (Surat Most Science Results Student) સુરતના 42 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડમાં પણ સુરત રાજયમાં અવ્વલ રહ્યું છે. A2 માં રાજ્યના 3303 વિદ્યાર્થીઓ માંથી 636 સુરતના છે. A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવા સાથે રાજ્યમાં સુરત પ્રથમ શહેર બન્યું છે. જેમાં સુરતનું આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ અગ્રેસર રહ્યું છે.

આ પણ વાંચો-Exam Fever 2022 : ITIમાં ઓનલાઇન એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે જાણો...

વિદ્યાર્થીઓ માટે રાઇટીંગ પ્રેકટીસની શરુઆત -આશાદીપ સ્કૂલના ટ્રસ્ટી શૈલેષ રામાણીએ જણાવ્યું કે, આ વખતે 10 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ A1 ગ્રેડમાં આવ્યું છે. હજી બાકીનું પરિણામ જોવાના બાકી છે, પરંતુ જે પરિણામની રાહ જોવામાં આવતી હતી તેના કરતાં વધારે પરિણામ અમને જોવા મળ્યું છે. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે આ વખતે રાઇટીંગની પ્રેક્ટિસ કરી હતી. કોરોનાની સ્થિતિ વચ્ચે જે વિદ્યાર્થીઓની રાઇટીંગ પ્રેક્ટિસ છૂટી ગઈ હતી. તે વિદ્યાર્થીઓ ફરીથી પોતાના રાઇટિંગની સ્પીડમાં આવી ગયા હતા. જેના ભાગરૂપે તૈયારીઓ પણ કરવામાં આવી જેનું (Surat Std 12 Science Result) પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

વિદ્યાર્થીની પ્રતિક્રિયા પરિણામ પર -વિદ્યાર્થીની જાનવી રમાણીએ જણાવ્યું કે, મારા ધોરણ-12 સાયન્સમાં 94.40 આવ્યા છે. બે વર્ષથી સતત મહેનત બાદ ખૂબ જ ખુશી થઈ રહી છે. આ પરિણામથી અમારા સ્કૂલ અને અમારા પરિવારનો ખૂબ જ સપોર્ટ હતો. હું આગળ કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું. જે પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ જ રીતે તૈયારી હજુ આગળ પણ કરીશ.

આ પણ વાંચો-Exam Fever 2022 : રાજ્યમાં નોટરીની ભરતી, 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે શરૂ

સુરતમાં સુંદર માહોલ - વિદ્યાર્થીની પૂજા રામાણીએ જણાવ્યું કે, મે ધોરણ-12 સાયન્સમાં 98.42 A2 ગ્રેડ મેળવ્યો છે. આના માટે આખું વર્ષ (Std 12 Science Result 2022) ખુબ જ મેહનત કરી છે. કોરોનાકાળમાં એક મહિનો ઓનલાઇન હતું. તેમાં પણ સારામાં સારી મહેનત કરીને સારામાં સારું પરિણામ લાવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે ધોરણ -12 સાયન્સ પરિણામ જાહેર થતાં ચારેય તરફ ખુશીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં આ પરિણામને લઈને હતાશાપણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details