ગુજરાત

gujarat

ETV Bharat / city

Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહાનુભૂતી - એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા

સુરતમાં બનેલી જાહેરમાં યુવતીની હત્યા (Grisma Murder Case) મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો મૃતક યુવતીના ઘરે પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.

Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહનુભૂતી
Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહનુભૂતી

By

Published : Feb 15, 2022, 6:29 PM IST

સુરત: કામરેજના પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યા (Grisma Murder Case)ની ઘટનાને લઈને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ (Gujarat congress Delegation) યુવતીના ઘરે પહોચ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટપ્રધાન તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રી બેન વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મૃતક યુવતીના પરિવારને સાંત્વના પાઠવી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહપ્રધાન હર્ષ સંઘવી (state home minister harsh sanghvi) જો પોતાનું શહેર ન સાચવી શકતા હોય અને સુરત શહેરમાં જો ખુલ્લેઆમ ગુના બનતા હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ.

Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહનુભૂતી

આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008 : નામદાર કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખ સુધી મુલતવી રાખ્યો

શુ હતી સમગ્ર ઘટના?

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા (Pasodara murder case) પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીસમાં નંદલાલ વૈકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેમની જ કોલેજમાં ભણતો ફેનીલ પંકજ ગોયાણી નામનો યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. યુવતીને હેરાન કરતો હતો, યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના માતાપિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. જોકે ગત 12 તારીખે સાંજના સમયે યુવક બે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો:પુલવામા હુમલાનું કાવતરું પાક સેનાએ જ રચ્યું હતું, તપાસ એજન્સીઓને મળ્યા ઠોસ પુરાવા

યુવતીના ભાઈ પર પણ હુમલો

વિફરેલા યુવકે યુવતીના માતાપિતા પર હુમલો કરતા તેઓને બચાવવા યુવતી વચ્ચે પડી હતી, ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. એનો ભાઈ યુવતીને બચાવવા આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો, બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી, ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસના માણસો ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. જો કે, હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું અને પોતાના હાથની નસ કાપી નાખી હતી. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, માતાપિતાને હત્યારા યુવકને ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details