સુરત: પાસોદરા ગામે એકતરફી પ્રેમમાં થયેલી યુવતીની હત્યાના મામલે (Grishma Vekariya Murder Case) આજ રોજ કઠોર કોર્ટમાં હત્યારા ફેનીલ (fenil goyani pasodara murder case)ને રજૂ કરવામાં આવ્યો હતો. જજ દ્વારા ગુનો કબૂલ છે કે નહીં તે પૂછતાં તેણે સ્પષ્ટ ના કહી દીધી હતી અને સરકારી વકીલ રાખી કેસ લડવાનું જણાવ્યું હતું. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઈ અને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જજ દ્વારા ગુનો કબૂલ છે કે નહીં તે પૂછતાં તેણે સ્પષ્ટ ના કહી દીધી હતી. એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી
હાલ ફેનીલ લાજપોર જેલ (lajpore jail surat)માં જ રહેશે. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાપાસોદરા પાટિયા(Pasodara Patiya Surat)પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા નામની 21 વર્ષીય યુવતી સુરત (Grishma Vekariya Surat) ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામનો યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમ (Murder in one sided love)માં પાગલ હતો. ફેનીલ યુવતીને હેરાન કરતો હતો.
આ પણ વાંચો:Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે માત્ર 4 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી
ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી
યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા બાપાએ યુવકને ઠપકો આપ્યો હતો. જો કે ગત 12 તારીખે સાંજના સમયે યુવક 2 ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો. વિફરેલા યુવકે યુવતીના મોટા બાપા પર હુમલો (Crime In Surat) કરતા તેઓને બચાવવા યુવતી પડી હતી. ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા તેનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો:Grishma Last Seen at College CCTV : કોલેજમાં ગ્રીષ્માની છેલ્લી હાજરી સીસીટીવીમાં જોવા મળી
પોલીસથી બચવા હત્યારાએ કર્યા તરકટ
બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસના માણસો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમજ પોતાના હાથની નસ કાપી નાંખવાનું નાટક કર્યું હતું. જો કે તેણે પોતાના હાથની ફક્ત ચામડી જ કાપી હતી. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા બાપાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.